ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતનું અંબિકા નિકેતન મંદિર 13 તારીખથી 10 દિવસ બંઘ રખાશે

સુરતના અંબિકા નિકેતન મંદિર દ્વારા આજે રવિવારે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યું છે કે, હાલ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિર દ્વારા 13 તારીખે શરૂ થનારી ચૈત્રી નવરાત્રી પર 10 દિવસ માટે મંદિર બંધ રખાશે.

http://10.10.50.85//gujarat/11-April-2021/gj-sur-mandir-korona-gj10058_11042021125034_1104f_1618125634_11.jpg
http://10.10.50.85//gujarat/11-April-2021/gj-sur-mandir-korona-gj10058_11042021125034_1104f_1618125634_11.jpg

By

Published : Apr 11, 2021, 1:57 PM IST

  • 13 એપ્રીલના દિવસે ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવશે
  • કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરને 10 દિવસ માટે બંધ રખાશે
  • મંદિર સંચાલકોએ 13થી 21 એપ્રીલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો

સુરત: શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આથી, હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઇ છે. ત્યારે, સુરત શહેરના મંદિરોને પણ કોરોના ગ્રહણ લાગ્યો હોય એમ લાગી રહ્યું છે. 13 એપ્રીલે શરૂ થનારી ચૈત્રી નવરાત્રી પર શહેરના જે માતાજી અંબિકા નિકેતન મંદિરમાં નવરાત્રિ નિમિત્તે વધારે ભીડ થતી હોવાથી, આ સમયે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરને 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવશે. જેથી ભક્તો મંદિરમાં આવી શકે નહીં અને અને સંક્રમણ થઈ શકે નહીં. આથી, આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતનું અંબિકા નિકેતન મંદિર 13 તારીખથી 10 દિવસ બંઘ રખાશે

આ પણ વાંચો:કોરોનાના સંકટને લઈને પાવાગઢ મંદિર ચૈત્ર નવરાત્રીના સમયમાં બંધ રહેશે

ભક્તો i2i એપ્સ ઉપર દર્શન કરી શકશે

ચૈત્ર નવરાત્રી આવી રહી છે. ત્યારે, દર વર્ષે શહેરના મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. આથી, સુરતમાં અંબિકા નિકેતન મંદિર દ્વારા આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરને 13થી 21 એપ્રીલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ, આ માટે ભાવિક ભક્તોને મંદિર દ્વારા i2i એપ્સ ઉપર ઑનલાઇન દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી, ભાવિક ભક્તોએ આ કોરોનાકાળમાં મંદિર આવવાની જરૂર નથી.

આ પણ વાંચો:જગવિખ્‍યાત સોમનાથ મંદિરના દ્વાર રવિવારથી ભાવિકો માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details