સુરત: કોરોના (Corona In India) હોવાના કારણે ગત 2 વર્ષથી અમરનાથ યાત્રા(Amarnath Yatra 2022) બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી 30 જૂનથી આ યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના માટે ફિટનેસ સર્ટિફિકેટ (fitness certificate for amarnath yatra) લેવા સુરત સિવિલ હોસ્પિટલમાં યાત્રાએ જનારા લોકોની લાંબી લાઈન લાગી છે. વહેલી સવારથી જ ફિટનેસ સર્ટિફિકેટ (amarnath yatra fitness certificate surat) માટે લોકોની લાંબી લાઈન લાગી હતી.
સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રખાયું- ભારત સરકાર દ્વારા કોરોનાના કારણે 2 વર્ષથી અમરનાથ યાત્રા ઉપર પ્રતિબંધ (Ban on Amarnath Yatra) મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે કોરોનાના કેસ નહિવત દેખાતા ફરી 30 જૂનથી અમરનાથ યાત્રા કરી શકાશે. આ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવા સુરત સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈન લાગી છે. તે ઉપરાંત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ ફિટનેસ સર્ટિફિકેટ લઈને યોગ્ય ડોક્યુમેન્ટ માટે પણ પોસ્ટર લગાવ્યા છે. જેથી લોકોની હાલાકીનો સામનો કરવો ન પડે.
આ પણ વાંચો:કોરોનાના કારણે અમરનાથ યાત્રા રદ્દ, શ્રદ્ધાળુઓ ઓનલાઇન કરી શકશે દર્શન