ગુજરાત

gujarat

ETV Bharat / city

પહેલા અમારી માંગ વિશે શુ કરી શકે છે ભાજપ સરકાર: અલ્પેશ કથીરિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે એવામાં આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થવાનો છે. જેમાં સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે કે નહીં તે ચર્ચાઓએ વેગ પકડ્યો છે. એ બાબતે શુ કહે છે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા તેની માંગો (BJP government do about our demand) વિશે તેમજ તેમના નિર્ણય વિશે તે જાણીએ આ અહેવાલમાં.

પહેલા અમારી માંગ વિશે શુ કરી શકે છે ભાજપ સરકાર: અલ્પેશ કથીરિયા
પહેલા અમારી માંગ વિશે શુ કરી શકે છે ભાજપ સરકાર: અલ્પેશ કથીરિયા

By

Published : Oct 13, 2022, 9:32 PM IST

સુરતગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ (Gujarat Triangle Election War) થવાનો છે. આ વચ્ચે સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના (Patidar Reservation Movement Committee) કન્વીનર (Patidar Reserve Movement Committee Convenor ) અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે. તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જોકે, આ મામલે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, તેઓની મુખ્ય બે માંગ છે. તે બે માંગ પૂર્ણ થાય કે નહીં તે બાદ નિર્ણય લેવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ છે. તેવી ચર્ચાઓ ઉઠી હતી.

કેટલાક યુવાનો રાજકીય પક્ષ સાથે જોડાઈ શકે પાટીદાર અનામત (Patidar reservation agitation ) સાથે જોડાયેલા કેટલાક લોકો રાજકીય પક્ષ સાથે જોડાઈ ગયા છે. હજુ પણ આંદોલન સાથે જોડાયેલા કેટલાક યુવાનો રાજકીય પક્ષ સાથે જોડાઈ શકે છે. તેવી ચર્ચા ચૂંટણી પહેલા જોર પકડી છે. ત્યારે ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ છે. તેવી ચર્ચાઓ ઉઠી હતી.

ભાજપ કે સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરેપાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, દરેક ચુંટણી સમયે આવી વાતો આવતી હોય છે. પહેલાથી જે અમારી માંગો છે. આજે પણ સ્પષ્ટ રીતે તે માંગણીઓ અમે કરી રહ્યા છે .જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા અને શહીદ થયેલા લોકોના પરિવારને નોકરી આપવી આ બન્ને મુદાઓ પર ભાજપ કે સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. આગામી સમયમાં અમારી આ માંગ (BJP government do about our demand) પૂરી થાય છે કે નહીં તે પછી અમારા રાજકીય દિશાના નિર્ણયો લેશુ.

અમારી નજર તેઓના નિર્ણય પરતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હવે જોઈએ છીએ કે અમારી માંગો સાથે સતા પક્ષ શું નિર્ણય લે છે. અમારી નજર તેઓના નિર્ણય પર રહેલી છે. નિર્ણય જાહેર થશે પછી અમે આગળ વધીશું ગુજરાતમાં ચુંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ દરેક પક્ષો સંપર્ક કરતા હોય છે. વર્તમાનમાં દરેક પક્ષોએ સંપર્ક સાધ્યો પણ છે. એમને એમની વાતો મૂકી છે. અમે અમારી માંગો મૂકી છે.

ABOUT THE AUTHOR

...view details