- VNSGUમાં યોજાયેલા ગરબા વિવાદનો મામલો
- પોલીસે ગરબામાં આવી 7 વિદ્યાર્થી સહિત આયોજકની અટકાયત કરી હતી
- પોલીસે 7 વિદ્યાર્થીઓને ઢોર માર્યો હોવાનો ABVPનો આક્ષેપ
- ABVPના કાર્યકર્તાઓએ ઉમરા પોલીસનો કર્યો વિરોધ
સુરતઃ શહેરની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ગરબાનું આયોજન કર્યું હતું. તે દરમિયાન અચાનક પોલીસે આવીને સાત વિદ્યાર્થી સહિત આયોજકની અટકાયત કરી હતી. પોલીસ આ તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તમામ લોકોને ઢોર માર માર્યો હોવાનો ABVPએ આક્ષેપ કર્યો હતો. તો આ મામલે ABVPના કાર્યકર્તાઓએ જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનની બહાર PIને સસ્પેન્ડ કરોના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ પણ વાંચો-સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ
ABVPએ સુરત કલેક્ટરને આપ્યું આવેદન
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ યુનિવર્સિટીની બહાર રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ ઉમરા પોલીસ તથા પોલીસ ઈન્સ્પેક્ટર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ સાથે સુરત કલેક્ટરને આવેદન આપ્યું હતું. આ ઉપરાંત ઉમરા પોલીસના પી.આઈને સસ્પેન્ડ કરોના સૂત્રોચ્ચાર કરી ઉમરા પોલીસનો વિરોધ દર્શાવી રહ્યા છે.
આ પણ વાંચો-પૂર્વ મુખ્યપ્રધાનના દિકરાના સાથીઓ પર આવકવેરા વિભાગના દરોડા, 750 કરોડ રૂ.ની બેનામી સંપત્તિ મળી