- વર્ષ 2001માં રાજેશ્રી હોલમાં સિમિના 127 લોકોની ધરપકડ થઈ હતી
- આ પ્રકરણમાં 5 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે
- સુરત ચીફ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
સુરત: હાલના ગુજરાત પોલીસના ડી.જે. આશિષ ભાટિયા જે સમયે સુરત પોલીસમાં અધિક પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા તેની માહિતીને આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં 20 વર્ષ બાદ શનિવારે કોર્ટે ચુકાદો આપ્યો છે.
કુલ 127 યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા
આશિષ ભાટિયા જ્યારે 2001માં સુરતમાં અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 તરીકે ફરજ બજાવતા હતા તે સમયે તેમને એવી માહિતી મળી હતી કે અઠવા પોલીસ મથકની હદમાં આવેલા નવસારી બજાર રાજેશ્રી હોલમાં લઘુમતીઓના શૈક્ષણિક અધિકારીતા મુદ્દે એક સંમેલન યોજવાનું છે અને તેમાં પ્રતિબંધિત સંસ્થા સિમિ (સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા )ના મોટી સંખ્યામાં યુવકો ભેગા થવાના છે. જે માહિતીને આધારે અઠવા પોલીસ મથકના PI પંચોલીએ આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમને સાથે રાખી રાજશ્રી હોલમાં રાત્રિના બે વાગ્યે રેડ કરી હતી. ત્યાંથી કુલ 127 યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં અનેક ઇસ્લામિક સ્કોલર, ડોક્ટર અને વકીલો પણ સામેલ હતા. આ કાર્યક્રમમાં દેશના અનેક રાજ્યોમાંથી લોકો હાજર રહ્યા હતા.