ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની તમામ સ્કૂલોમાં ટ્રાફિક સપ્તાહને લઈને શપથવિધિ કરવામાં આવી - surat news

સુરતમાં વધતા જતાં માર્ગ અકસ્માતોને લીધે રવિવારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની તમામ સ્કૂલોમાં જઈને એક શપથ વિધિ કરવામાં આવી. લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

સુરત
સુરત

By

Published : Feb 14, 2021, 3:42 PM IST

  • સુરતમાં વધતી જતી માર્ગ અકસ્માતને રોકવા ટ્રાફિક સપ્તાહની ઉજવણી
  • 17 વર્ષ પછી બાળકોને કાયદાકીય મોટરસાઈકલનું લાઈસન્સ
  • 17 જાન્યુઆરી થી લઈને 17 ફેબ્રુઆરી સુધી આ ટ્રાફિક સપ્તાહની ઉજવણી
ટ્રાફિક સપ્તાહને લઈને શપથવિધિ કરવામાં આવી
સુરત:વધતા જતાં માર્ગ અકસ્માતને લઈને આજે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની તમામ સ્કૂલોમાં જઈને એક સપથ વિધિ કરવામાં આવી. આ શપથવિધિમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને એમ કહેવાડવામાં આવ્યું કે,"આજથી હું કોઈ પણ મોટર સાઇકલ ચલાઉ તો હું મોટર સાઈકલ માટે લાયસન્સ, હેલ્મેટ, મોટરસાયકલ ના જરૂરી કાગળિયાઓ લઈને નીકળીશ. શપથવિધીને લઈને સુરતની ખાનગી શાળાને ઈ.ટી.વી ભારતે સવાલ કર્યો.
ટ્રાફિક સપ્તાહને લઈને શપથવિધિ કરવામાં આવી
આ શપથવિધિથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?

હાલ 9થી 12ના ધોરણની સ્કૂલો ખુલી છે તેમની ઉંમર 13થી 16 વર્ષની હશે. અને 13થી 15 વર્ષના વિદ્યાર્થીઓ કઈ રીતે મોટર સાઇકલ ચાલવી શકે. કેમ કે મોટર સાઇકલ અધિનિયમ મુજબ 17 વર્ષ પછી બાળકોને કાયદાકીય મોટર સાયકલનું લાયસન્સ આપવામાં આવે છે.તો સ્કૂલમાં બધા બાળકો શું મોટરસાયકલ લઈને આવે છે. અને મોટરસાયકલ લઈને આવે છે તો શું તેમની પાસે લાયસન્સ છે. ત્યારે સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમારી સ્કૂલની વાત કરું તો 53%વિદ્યાર્થીઓ ઈયો બાઇક લઈને આવે છે. જે બેટ્રીથી ચાલે છે અને જે વિદ્યાર્થીઓનું લેટ એડમિસન હોય જેમકે 10 ધોરણમાં બે વાર ફેઇલ થયા હોય અને ત્રીજી ટાઈમે તે વિદ્યાર્થી 16 કાંતો 17 વર્ષનો થઈ ગયો હોય તો અમે તે વિદ્યાર્થીને પહેલાથી પૂછી લઈએ કે તું સ્કૂલે બાઇક લાવુ હોય તો તારી પાસે લાઇસન્સ જઈશે લર્નિંગ લાઇસન્સ અને જો લાઇસન્સ ના હોય તો સ્કૂલે બાઈક લાવી નહીં વધુમાં ન ચાહે નારાયણ સ્કૂલેથી છૂટીને વિદ્યાર્થીઓ કશે જાય અને એક્સિડન્ટ થાય તો વિદ્યાર્થી તો સ્કુલ યુનિફોર્મ જ હોય હોય તો આ એક્સિડેન્ટ દરમિયાન પોલીસ કેસ થાય તો પોલીસ અમારા સ્કૂલે પણ આવ્યા કે આ યુનિફોર્મ વિદ્યાર્થી એટલે કે આ સ્કૂલનો વિદ્યાર્થી એમ અમે લોકો બધા વિદ્યાર્થીઓને સ્કૂલના નવા સત્ર દરમિયાન જ કહેવામાં આવે છે કે બાઈક લાવો તો તમે લાયસન્સ લઈને આવજો એમ અને પોલીસે કહ્યું એટલે એમ વિદ્યાર્થીઓને શપથવિધિ કરાવી છે.

17 જાન્યુઆરી થી લઈને 17 ફેબ્રુઆરી સુધી આ ટ્રાફિક સપ્તાહની ઉજવણી
સુરતમાં વધતી જતી માર્ગ અકસ્માતને રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની હાલ આખા ગુજરાતમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરતમાં પણ 17 જાન્યુઆરી થી લઈને 17 ફેબ્રુઆરી સુધી આ ટ્રાફિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. આ ટ્રાફિક સપ્તાહની ઉજવણીમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત એક મહિનાઓ સુધી સુરતના અલગ અલગ વિસ્તારોમાં નાની મોટી બાઇક રેલીઓ કરી શહેરની જનતાને ટ્રાફિકનું ચુસ્તપણે પાલન થાય તે માટે આ ટ્રાફિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે. શહેરમાં માર્ગ અકસ્માત રોકવા માટે આજરોજ સુરતની તમામ સ્કુલમાં જઇને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું માહિતી આપવામાં આવી હતી. અને અંતે એક સફર બીજી પણ લેવામાં આવી હતી કે ભવિષ્યમાં હું જ્યારે મોટરસાયકલ લઈશ ત્યારે હું ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશ.સરકાર દ્વારા આપવામાં આવેલા ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીશ" અને વિદ્યાર્થીઓ માટે આ શપથવિધિના કારણે જ્યારે પણ આ વિદ્યાર્થીઓ કશે બાર ફરવા પણ જશે તો તેમને આ શપથવિધિ યાદ આવશે અને ત્યારે તેઓ પોતે અને પોતાના પરિવારને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને બહાર નીકળે સાથે તેઓ પણ સુરક્ષિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details