ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં BJPના લખાણવાળી કારમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ - surat liquor exposed

સુરતમાં અડાજણ પોલીસે દારૂ અને 15 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી. કાર પર ભારતીય જનતા પાર્ટી લખ્યું છે, આ દારૂ ભરત ઉર્ફ બોબડાએ આપ્યો હતો. તેથી પોલીસે રાકેશ અને ભરત વિરુદ્ધ ગુનો દાખલ કરીને ભરતને વાન્ટેડ બતાવ્યો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત
સુરત

By

Published : Mar 9, 2021, 6:24 PM IST

  • અડાજણ પોલીસે કર્યો દારુનો પર્દાફાશ
  • અન્ય ત્રણ કારમાંથી ઝડપાયો 15 લાખનો દારુ
  • પોલીસે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા

સુરત: અડાજણ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે, પાલનપુર નહેર પર રોયલ ટાઈટેનીયમ બિલ્ડિંગની નીચે એક મર્સિડીઝ કારમાં દારૂ છે. તેથી પોલીસે સ્થળ પર જઈને કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 48 બાટલીઓ મળી આ‌વી હતી. તેની કિંમત 28,800 રૂપિયા થાય છે. પોલીસે કાર સાથે ઊગત રોડ પર રહેતા આરોપી રાકેશ હીરાભાઈ ચૌહાણને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: કરજણ પાસેથી મહિલા સહિત 4 લોકો દારૂના જથ્થા સાથે ઝડપાયા

દારૂ ભરેલી ત્રણ કાર ઝડપાઈ

પુણા પોલીસને બાતમી મળી હતી કે, સીતાનગર ચોકડીથી રેશ્મા રો હાઉસ આવતા ઈન્ટરનેશનલ ફેશન માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી, જ્યાં 3 કારમાંથી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ત્રણેય કાર કબજે કરી હતી. ઉપરાંત ત્રણેય કારમાંથી કુલ 1.16 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે વરાછા ભગીરથ સોસાયટીમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ હરેશભાઈ મુંજાણીની ધરપકડ કરી છે અને લેષ ઉર્ફે બાલો રાદડીયા, હર્ષદ વિરાણી અને પિયુશ કુંભાણી નામના ત્રણને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમીરગઢ બોર્ડર પરથી પોલીસ ચેકિંગ દરમિયાન ચરસ ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details