ગુજરાત

gujarat

ETV Bharat / city

સર્વોચ્ચ અને ઉચ્ચ અદાલતમાં હિન્દી ભાષામાં માન્યતા મળશે : કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન - સુરતમાં હિન્દી ભાષાની ઉજવણી

સુરત શહેરમાં પ્રથમવારમાં 14 અને 15 તારીખના રોજ અખિલ ભારતીય રાજભાષા (Akhil bhartiya rajbhasha in Surat) દિવસ યોજવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજર રહેશે. આ કાર્યક્રમ અંગે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં હિન્દી ભાષાનો ઉપયોગ દેશની સર્વોચ્ચ અદાલતમાં થશે. આ અંગે ટૂંક સમયમાં માન્યતા મળશે. (Hindi Language Day celebration)

સર્વોચ્ચ અને ઉચ્ચ અદાલતમાં હિન્દી ભાષામાં માન્યતા મળશે : કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન
સર્વોચ્ચ અને ઉચ્ચ અદાલતમાં હિન્દી ભાષામાં માન્યતા મળશે : કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન

By

Published : Sep 13, 2022, 3:24 PM IST

સુરત દર વર્ષે 14મી સપ્ટેમ્બરના રોજ અખિલ ભારતીય રાજભાષા તરીકે ઉજવણી થાય છે. આ વર્ષે કાર્યક્રમમાં ગુજરાતના સુરત શહેરમાં થશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં લાખોની સંખ્યામાં હિન્દી સમાજના લોકો રહે છે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કાર્યક્રમમાં બે દિવસ અલગ સેસન યોજાશે. આ કાર્યક્રમમાં દરમિયાન હિન્દી ભાષા વિશે અલગ અલગ વિષય પર ચર્ચાઓ કરાશે. આ કાર્યક્રમ અંગે માહિતગાર કરવા અને હિન્દી ભાષાની મહત્વતા તેમજ ટૂંક સમયમાં હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા ઘોષિત કરવા અંગેની વાત સુરત ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્ પ્રધાન અજય મિશ્રાએ કરી હતી.(Akhil bhartiya rajbhasha in Surat)

સર્વોચ્ચ અને ઉચ્ચ અદાલતને હિન્દી ભાષામાં માન્યતા મળશે : કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન

હિન્દી રાજભાષા તરીકેકેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાએ જણાવ્યું હતું કે, સંવિધાન બનવાનું શરૂ થયું, ત્યારે ગાંધીજીએ આ વાત પર જોર આપ્યું કે હિન્દી ભાષાને પ્રાધાન્ય આપીને તમામ સરકારી કામ હિન્દી ભાષામાં કરવામાં આવે, પરંતુ કોંગ્રેસ શરૂઆતથી જ અંગ્રેજીને સમર્થન આપતું હતું. 14 સપ્ટેમ્બરના 1949ના રોજ નક્કી થયું કે હિન્દીને રાજભાષા તરીકે રાખવાનો નિર્ણય લેવાયો. તાત્કાલિક વડાપ્રધાન નહેરુએ જાહેરાત કરી હતી કે, હિન્દીની સાથે અંગ્રેજી ભાષા પણ ચાલશે.રાજનૈતિક ઈચ્છા શક્તિના અભાવ કારણે આપણે આપણી ભાષા માટે સંઘર્ષ કરવો પડ્યો. આજે આપણે આપણી ભાષા માટે સંઘર્ષ કરી રહ્યા.(Hindi Language Day 2022)

રાષ્ટ્રભાષા બનાવવા માટે પ્રયત્નશીલવધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ખાસ કરીને અમિત શાહ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે પ્રયત્નશીલ છે. ટૂંક સમયમાં આ અંગે વધુ જાણકારી મળશે. અમિત શાહ અને PM મોદીએ તેમના કામકાજમાં હિન્દી ભાષાને પ્રાધાન્ય આપ્યું છે. આપણા દેશમાં 70 કરોડ લોકો હિન્દી બોલે છે. 100 કરોડ લોકો હિન્દી બોલવાની, લખવાની અને ક્ષમતા છે. 100 કરતા વધારે દેશમાં હિન્દી ભાષાને પહોંચાડવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે. હિન્દીને વિશ્વમાં પણ માન આપવામાં આવી રહ્યું છે. હિન્દી ભાષા વિશ્વમાં સૌથી વધારે બોલવામાં આવે છે. અમે આખી દુનિયામાં સંયુક્ત રાષ્ટ્રમાં એગ્રીમેન્ટ કર્યો છે કે સંયુકત રાષ્ટ્ર સંઘ પણ હિન્દી ભાષાને આગળ વધારવા કામગીરી કરશે. (Hindi language Celebration in Surat)

હિન્દી અંગે માન્યતા પ્રદાન વધુમાં જણાવ્યું હતું કે, તેમને હિન્દીમાં એક ન્યૂઝ એપ જાહેર કરી છે. હિન્દી ભાષાને આગળ વધારવા માટે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને PM મોદી પ્રયાસ કરી રહ્યા છે. અંગ્રેજોએ જે નીતિ બનાવી તેમાં અંગ્રેજીને તમામ ભાષા ઉપર ઉભી રાખી દીધી અને તેને લઈને આપણી તમામ ભાષાઓ વચ્ચે મતમતાંતર ઉભા કરી દીધા હતા. હિન્દીને માન્યતા મળશે તેઓએ સાથે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કેટલીક ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં હિન્દીને માન્યતા મળશે. હાલ કેટલીક ઉચ્ચ અદાલતમાં હિન્દીનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ આવનાર દિવસોમાં સર્વોચ્ચ અદાલતને પણ હિન્દી અંગે માન્યતા પ્રદાન કરવામાં આવશે. Surat Hindi Language Day celebration

ABOUT THE AUTHOR

...view details