સુરત 14 સપ્ટેમ્બરને રાજભાષા દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે આ વર્ષે સુરત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અખિલ ભારતીય રાજભાષા સંમેલન (akhil bhartiya rajbhasha sammelan) કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બે દિવસ અલગ સેસન યોજાશે. આ કાર્યક્રમમાં અમિત શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે, આવનાર દિવસમાં વિદ્યાર્થીઓ હિન્દીમાં મેડિકલ, વિજ્ઞાન અને તકનીકનું ભણતર કરી શકશે. બે વર્ષની અંદર તમે કેટલાક બદલાવ જોશો અને નવા નવા નિર્ણયો પણ જોશો. (Akhil bhartiya rajbhasha in Surat)
રાષ્ટ્રભાષાને આગળ લાવવા લડત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, હિન્દી પ્રેમીઓને હિન્દી દિવસની શુભકામનાઓ આપું છું. 25 વર્ષની અંદર આપણો દેશ કોઈપણ ભાષાની લઘુગ્રંથી ના પીડાય દરેક ભાષાને સન્માન સ્તર પર આપવામાં આવે. દુનિયાભરના હિન્દી પ્રેમીઓને કહેવા માગું છું કે, રાષ્ટ્રભાષાને આગળ લાવવા માટેની લડતમાં અમે પાછળ નથી. અત્યાર સુધી આ લડતને આગળ લાવવાનીને હિન્દીના આ સંમેલન માટે સુરતનું ચયન બે કારણોથી કરવામાં આવ્યું હતું. એક કારણ એ હતું કે સુરત કવિ વીર નર્મદની નગરી છે. તેઓએ તમામ ગુજરાતીઓને ગરવી ગુજરાતની વાત મૂકી અને અંગ્રેજો સામે લડત આપી અને કહ્યું કે તમામ કાર્ય હિન્દીમાં થવા જોઈએ. બીજું કારણ એ છે કે સુરત ઉર્જાની ભૂમિ છે. અહીં ઉત્સાહ છે.
ભાષાની લઘુગ્રંથી વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે, સુરત મનોરથની ભૂમિ છે. PM મોદી રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે લાવ્યા છે તેમનું બારીકાઈથી અધ્યયન કરવું જરૂરી છે. તેઓએ તેના પર ભાર આપયો છે. પ્રાથમિક શિક્ષા અને આગળની શિક્ષામાં સ્વભાષાનું ઉપયોગ થાય. વિજ્ઞાન અને તકનીકની ભાષામાં સ્વાભાષમાં રૂપાંતરિત કરી અને ઉપયોગ થાય એ શિક્ષા નીતિમાં જોવા મળશે. સ્થાનિક ભાષા અને હિન્દી મૂળ છે. સ્થાનિક ભાષા અને હિન્દી ભાષા મળી જે લઘુગ્રંથી છે.(Hindi language Celebration in Surat)
બાળકો સાથે સ્વભાષામાં વાત કરોદેશના યુવાનોને કહેવા માગું છું કે, ભાષા ક્ષમતાની અભિવ્યક્તિ નથી ક્ષમતા તમારી અંદર છે. પોતાની સ્વભાષાને સ્વીકારો અને પોતાની ભાષાથી મૌલિક ચિંતન કરી વાત સમાજ સામે રાખો. PM મોદીએ વિશ્વમાં જ્યાં પણ મંચ મળ્યું ત્યાં હિન્દીમાં વાત મૂકી અંગ્રેજી બોલનાર લોકો કરતા પણ કોઈ વજનથી મૂકી હોય તો તેઓએ મૂકી. હું વાલીઓને પણ કહેવા માગું છે કે, મારા કહેવા પાર આપ શિક્ષાનું માધ્યમ બદલશો નહીં પરંતુ ઘરે બાળકો સાથે સ્વભાષામાં વાત કરે અને પોતાની ભાષામાં વાત કરે. (14 September Rajbhasha)