ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત જિલ્લામાં AAP બાદ AIMIMની એન્ટ્રી, હોદ્દેદારોની કરાઈ નિમણૂક - સુરત જિલ્લામાં આમ આદમી પાર્ટી બાદ હાલ AIMIMની એન્ટ્રી

સુરત જિલ્લામાં આમ આદમી પાર્ટી બાદ હાલ AIMIMની એન્ટ્રી થઈ ગઈ છે,કીમ ચોકડી ખાતે AIMIM પાર્ટીની બેઠક મળી હતી જેમાં તાલુકા-જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

સુરત જિલ્લામાં AAP બાદ AIMIMની એન્ટ્રી, હોદ્દેદારોની કરાઈ નિમણૂક
સુરત જિલ્લામાં AAP બાદ AIMIMની એન્ટ્રી, હોદ્દેદારોની કરાઈ નિમણૂક

By

Published : Aug 15, 2021, 10:29 PM IST

  • સુરત જિલ્લામાં AAP બાદ AIMIMની થઈ એન્ટ્રી
  • કીમ ચારસ્તા ખાતે મળી હતી બેઠક
  • જિલ્લા-તાલુકાના હોદ્દેદારોની કારાઈ નિમણૂક

સુરત: વિધાનસભાની ચૂંટણી ને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે સુરત જિલ્લામાં આમ આદમી પાર્ટી બાદ હાલ AIMIM પાર્ટીની નજર ગુજરાત વિધાનસભા તરફ છે અને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે AIMIM ની આજરોજ કીમ ચારસ્તા ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા-તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને હાજર સુરત જિલ્લા પ્રમુખે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 12થી15 સીટ કબ્જે કરવાની આશા વ્યક્ત કરી હતી.

હોદ્દેદારોની યાદી

  • સુરત જિલ્લા યુવા પ્રમુખ - કુત્બુદ્દીન હાફેજી
  • માંગરોલ તાલુકા પ્રમુખ - અસગર દેસાઈ
  • માંગરોલ તાલુકા ઉપ પ્રમુખ - અમજદ ખાન પઠાણ

ABOUT THE AUTHOR

...view details