- અહેમદ પટેલે કેન્દ્ર સરકારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી
- અહેમદ પટેલના અવસાનને કારણે કોંગ્રેસમાં શોકનો માહોલ
- સુરતના પીઢ નેતાઓએ તેમની સાથેના સંબંધોને વાગોળ્યા
સુરત : કોંગ્રેસના ચાણક્ય અને પીઢ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલના અવસાનના પગલે કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોઠાસૂઝ ધરાવતા અહેમદ પટેલના અવસાન બાદ સુરતના પીઢ નેતાઓએ તેમની સાથેના સંબંધોને વાગોળ્યા હતા. સુરતના પૂર્વ મેયર કદીર પીરઝાદાએ અશ્રુ પીરણ યાદ કર્યું હતું.
અહેમદ પટેલને કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક કામો અને કાર્યક્રમો થયા કોંગ્રેસના પીઢ નેતા અહેમદભાઈ પટેલનું નિધન
કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલના અવસાન થવાને કારણે કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોઠાસૂઝ ધરાવતા અહેમદ પટેલના અવસાનના પગલે સુરતના પીઢ નેતાઓએ તેમની સાથેના સંબંધોને વાગોળ્યા હતા.
અહેમદ પટેલના નિધનના કારણે કોંગ્રેસની કરોડરજ્જુ તૂટી
સુરતના પૂર્વ મેયર અને કોંગ્રેસના પીઢ નેતા કદીર પીરઝાદાને અહેમદભાઈ સાથે નજીકનો ઘનિષ્ઠ સંબંધ હોય છે. કદીરભાઈ કહે છે કે, અહેમદ પટેલના નિધનના કારણે કોંગ્રેસની કરોડરજ્જુ તૂટી ગયી છે. ગરીબોએ તેમનો મશીહા ખોયો છે. દેશના રાજકારણમાં તેમનું ખૂબ મોટું નામ હતું. સામાન્ય માણસની સતત ચિંતા કરનારા અહેમદ પટેલના અવસાનથી ગુજરાતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમને કેન્દ્ર સરકારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવીને ક્યારે ગુજરાતને અન્યાય ન થાય તેની સતત ચિંતા કરેલી.
અહેમદ પટેલના સીધા માર્ગદર્શનમાં અનેક કામો અને કાર્યક્રમો થયા
સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેમના સીધા માર્ગદર્શનમાં અનેક કામો અને કાર્યક્રમો થયા છે. તેમનો પર્યાય શોધવો ખૂબ મુશ્કેલ છે. અહેમદ પટેલે કોરોના સંક્રમણ વખતે લાગેલા લોકડાઉનમાં માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, કોરોના વોરિયર્સની મદદ કરો. એટલે જ ધરતીકંપ, રેલવે, કોરોના મહામારીના કપરાકાળમાં તેઓ સુરત આવતા હતા. કોરોનામાં તેમના કહેવાથી લોકોએ સુરત સિવિલ હોસ્પિટલમાં, ગરીબો માટે અને અન્નક્ષેત્રોમાં દાન કર્યું હતું.