- વાઘોડિયામાં અકસ્માતનો બનાવ
- દુર્ઘટનામાં સુરતના 11 લોકોના મોત
- આહિર સમાજના આગેવાનોએ શોકસભાનું આયોજન કર્યું
વાઘોડિયા અકસ્માત : આહીર સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનો માટે યોગ્ય વળતરની કરી માગ - news of surat
વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોના મોત થયા છે. તમામ મૃતક આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન કરવા સુરતથી નીકળ્યા હતા. અકસ્માતની ઘટના બાદ આજે આહિર સમાજના આગેવાનોએ શોક સભાનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળી રહે તેવી માગ કરી હતી.
આહીર સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનો માટે યોગ્ય વળતરની કરી માગ
સુરત: વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના ૧૧ જેટલા લોકોના મોત નિપજયું છે. તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન હેઠળ સુરતથી નીકળ્યા હતા. અકસ્માત સર્જાતા 11 લોકોના મોત નીપજ્યા હતા. આજે આહિર સમાજના આગેવાનોએ ઘટના બાદ શોક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ પહોંચ્યા હતા. સમાજના આગેવાનોએ મૃતકોના પરિવાર જનોને યોગ્ય વળતર મળી રહે તેવી માગ કરી હતી.