- સાટીયા બંધુઓએ ફરિયાદી યુવકને સેનેટાઈઝરનો ધંધા કરવા જણાવ્યું
- રોકાણ માટે દોઢ લાખ રૂપિયાની માંગણી કરતા ફરિયાદ દોઢ લાખની રકમ આપી
- નાણાની માંગણી કરાતા અંતે સાટીયા બંધુઓએ ફરિયાદી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
સુરત :કતારગામ વિસ્તારમાં રહેતા અને મોટો તબેલો ધરાવતા પરિવારના 20 વર્ષીય પુત્રનો સંપર્ક આંબા તલાવડી ખાતે રહેતા સાટીયા બંધુઓ સાથે છ માસ અગાઉ થયો હતો. જે તે સમયેકરોનાના પગલે શહેરમાં સેનેટાઈઝરની ખૂબ જ માંગ હોવાનું જણાવી સાટીયા બંધુઓએ ફરિયાદી યુવકને સેનેટાઈઝરનો ધંધા કરવા જણાવ્યું હતું. નફાની લાલચે ફરિયાદીએ પણ સંમત થઈ જતા સાટીયા બંધુઓએ પ્રથમ રોકાણ માટે દોઢ લાખ રૂપિયાની માંગણી કરતા ફરિયાદ દોઢ લાખની રકમ આપી હતી.
આ પણ વાંચો : મહેસાણામાં સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને 10 વર્ષની કેદ
મોબાઈલમાં રહેલો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ફરિયાદીને ચૂપ કરી દીધો
સેનેટાઈઝરનો કોઈ ધંધો શરૂ કરવામાં નહિ આવતા ફરિયાદીએ રકમ પરત માંગી હતી. વારંવાર નાણાની માંગણી કરાતા અંતે સાટીયા બંધુઓએ ફરિયાદીને રૂપિયા લેવાના બહાને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જેનું મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ નાણા માંગતાની સાથે જ મોબાઈલમાં રહેલો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ફરિયાદીને ચૂપ કરી દીધો હતો.
આ પણ વાંચો : રાયપુરમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના
1.26 કરોડથી પણ વધુ જેટલી રકમ પડાવી લીધી હતી
ફરિયાદીના પિતા મોટા તબેલાના માલિક અને કરોડપતિ હોવાનું ધ્યાને ચડતા તેમણે તેમના અન્ય સાગરીતો સાગર ભરવાડ, ભોલા મેર, કાનો સાટીયા, કરણ ત્રિવેદી, જૈનિશ કળસરિયા, રામો સાટીયા અને જયદીપ ટાંક સાથે મળી અવાર-નવાર ફરિયાદીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા નું શરૂ કર્યું હતું. છેલ્લા છ માસ દરમિયાન ખંડણી પેટે ટુકડે-ટુકડે રૂપિયા 1.26 કરોડથી પણ વધુ જેટલી રકમ પડાવી લીધી હતી. આ ઉપરાંત આ ટોળકીએ બ્લેકમેઇલ કરી ફરિયાદી પાસેથી એપલ કંપનીના 4 મોબાઇલ, એપલ કંપનીની એક ઘડિયાળ તેમજ સેમસંગ અને વન પલ્સ કંપનીના બે-બે મોબાઇલની ખરીદી કરાવી પચાવી પાડયા હતા.
પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં
આરોપીઓનો લોભ આટલામાં ન અટકતા આ ટોળકી દ્વારા બીજા 30 લાખની માંગણી કરવામાં આવી હતી. મોટી રકમ આપવાના સેટિંગમાં ફરિયાદીની પોલ પરિવારમાં પકડાઈ જતાં આખો મામલો સામે આવ્યો હતો. પરિવારનો સહકાર મેળવીને અંતે ફરિયાદી દ્વારા પોલીસ મથકમાં સાટીયા ત્રિપુટી બંધુ લાખો અને ભરત બોઘા સાટીયા તેમજ તેના બે ભાઈઓ ભોળો અને વિજય ઉપરાંત તમામ સાગીરતો સહિત 10 મળતિયાઓ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તથા ખંડણીની ધમકી અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભે તપાસ કરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જે. વાઘેલા દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં છે.