સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગતરોજ શિશુવોર્ડમાં એક માતાએ બે (Twin Children Birth) સંતાનોને જન્મ આપ્યા બાદ બંને સંતાનો તરછોડી જતી રહી હતી. શિશુવોર્ડના સ્ટાફ દ્વારા માતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, માતા મળી ન આવતા સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ માતા લાંબા સમય બાદ મળી આવતા હોસ્પિટલ સ્ટાફ, પોલીસ સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો :નોકરાણી રાખતા પહેલા ચેતવા જેવો કિસ્સો, માસૂમ બાળક સાથે ક્રૂરતાના સીસીટીવી
માતાએ જોડીયા સંતાનોને જન્મ આપ્યો -આ બાબતે ડોક્ટર વર્ષા જણાવ્યું હતું કે, ગતરોજ અડાજણની એક મહિલા જેમનું નામ રેણુકાબેન છે. માતાએ જોડીયા સંતાનોને જન્મ આપ્યો છે. જેમાં એક બાળક અને એક બાળકી હતી. જન્મ આપ્યા બાદ માતાએ બહાર જઈને આવું એમ કહીને જતી રહી હતી. પરંતુ, થોડા સમય બાદ માતા નહીં આવતા અમે માતાની શોધખોળ હાથ ધરી હતી. માતા મળી ન આવતા અમે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલના ખટોદરા પોલીસ (Mother Absconded in Surat) ચોકીમાં જાણ કરી હતી. જેને લઇને પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. હાલ આ બંને સંતાનોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.