ગુજરાત

gujarat

ETV Bharat / city

પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન

પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના લોકોને સિંહની આ જોડીનો ઉપહાર દિવાળીના પર્વ પર સુરતવાસીઓને આપવામાં આવ્યો છે. સુરતીઓ હવે આ સિંહ અને સિંહણની જોડી નેચર પાર્કમાં 17મી નવેમ્બર થી જોઈ શકશે.

પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું
પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું

By

Published : Nov 16, 2020, 4:40 PM IST

  • દિવાળીના પર્વ પર સુરતવાસીઓને ભેટ
  • સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન
  • પાંચ વર્ષ બાદ સુરતના સરથાણામાં સિંહ સિંહણની જોડી જોવા મળશે
  • 17 નવેમ્બરથી નેચર પાર્કમાં જોવા મળશે સિંહ સિંહણની જોડી

સુરત :પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના લોકોને સિંહની આ જોડીનો ઉપહાર દિવાળીના પર્વ પર સુરતવાસીઓને આપવામાં આવ્યો છે. સુરતીઓ હવે આ સિંહ અને સિંહણની જોડી નેચર પાર્કમાં 17મી નવેમ્બર થી જોઈ શકશે.

પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું

સુરતે સિંહની જોડીના બદલે જળબીલાડીની જોડી આપી

કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની સંસ્થા સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ન્યુ દિલ્હીએ આપેલી મંજૂરી બાદ સુરત સરથાણા નેચર પાર્કને જંગલ સફારી નવા રાયપુર છત્તીસગઢમાંથી એક નર અને એક માદા સિંહની જોડી આપી છે. જ્યારે તેના બદલામાં જંગલ સફારી નવા રાયપુરને સુરત નેચર પાર્કે જળ બિલાડીની જોડી આપી છે.


સિંહની જોડી સ્વસ્થ છે

આ બંને જીવોને રોડ પરિવહન માર્ગ થઈ લઈ જવામાં આવ્યા હતા. 5 મી નવેમ્બરના રોજ નવા રાયપુરથી ટીમ સિંહની આ જોડને લઇ સુરત માટે રવાના થઈ હતી. આશરે 1,100 કિલોમીટરનું અંતર કાપી 7 નવેમ્બરના રોજ મોડી રાત્રે ટીમ સુરત પહોંચી હતી. ત્યારબાદ સુરત જુના કર્મચારીઓ અને સ્ટાફની હાજરીમાં સિંહના જોડાને ઉતારી તેમને તેના સિંહના પિંજરાના નાઈટ સેલટરમાં ઓબ્ઝેર્વેશ હેઠળ મૂકવામાં આવ્યા હતા. હાલ બંને નિયમિત આહાર લઇ રહ્યા છે અને બંને સ્વસ્થ છે. પાંચ વર્ષથી સુરતના નેચર પાર્કમાં સુરતીઓએ સિંહ જોયા નહોતા. હવે નેચર પાર્કમાં સિંહ આર્ય અને સિંહણ વસુંધરાને લોકો જોઈ આનંદિત થઈ જશે.

મંગળવારે જોઈ શકાશે સિંહની જોડી

17મી નવેમ્બરના રોજ શહેરીજનો આ સિંહની જોડીને નેચર પાર્કમાં જોઈ શકશે. હાલ કોવિડ 19ની ગાઈડલાઈન અનુસાર મુલકાતીઓ ઓનલાઇન ટિકિટ બુક કરી સરથાણા નેચર પાર્કમાં પ્રવેશ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details