- કોરોના વાઇરસના કેસોમાં સતત થઇ રહ્યો છે વધારો
- હાલ ઓક્સિજનની અછત ભારતભરની હોસ્પિટલોમાં છે
- પ્લાન્ટ માટે 6 મહિના પહેલા જ કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી
- આ પ્લાન્ટ ત્રણ દિવસ પહેલાં જ શરૂ કરાયો
સુરતઃકોરોના કાળમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. માત્ર સુરત સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં દરરોજ 55થી 60 ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. સમગ્ર શહેરમાં 250 ટન ઓક્સિજનની જરૂરિયાત હાલના દિવસોમાં છે. કોરોનાના ખતરનાક સ્વરૂપને ધ્યાનમાં રાખી મેડિકલ ઓક્સિજનને લઇ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રેશર સ્વિંગ એડસોર્પશન પ્લાન્ટ લગાડવાની મંજૂરી આપવામાં આવી છે. હાલ 30 પ્લાન્ટ સ્થાપિત પણ થઇ ચૂક્યા છે. વિદેશી તકનીકના માધ્યમથી આ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગુજરાતનો આ સૌથી મોટો પ્લાન્ટ સુરત ખાતે લગાડવામાં આવ્યા છે. જેના દ્વારા દર મિનિટ 2000 લીટરથી વધુ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થાય છે.
આ પણ વાંચોઃ સોમવારથી દેશભરમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનથી ઓક્સિજન પહોંચાડવામાં આવશે
ઓક્સિજન પાઇપલાઇન દ્વારા કોવિડ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે
સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક હવાથી મેડિકલ ઓક્સિજન વધુ માત્રામાં તૈયાર કરનારો સૌથી મોટો પ્લાન્ટ સુરતમાં છે. પ્લાન્ટના નિરીક્ષક ડોક્ટર નિમેષ વર્માએ ETV Bharatને જણાવ્યું હતું કે, છ મહિના પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્લાન્ટને ત્રણ દિવસ પહેલાં જ શરૂ કરાયો છે. પ્રાકૃતિક હવાને કમ્પ્રેશરમાં એકત્ર કરી તેમાંથી વિશુદ્ધ વસ્તુને કાઢવામાં આવે છે.
પ્રાકૃતિક હવામાં માત્ર 21 ટકા હવા હોય છેઃ ડો. નિમેષ વર્મા