ગુજરાત

gujarat

ETV Bharat / city

સિલ્ક સિટી, ડાયમન્ડ સિટી બન્યા બાદ સુરત બનવા જઈ રહ્યું છે હવે IT હબ

સુરતને અત્યાર સુધી લોકો ડાયમંડ સિટી, સિલ્ક સિટી તરીકે ઓળખતા હતા. પરંતુ ટૂંક સમયમાં સુરત શહેર આઈટી ક્ષેત્રમાં હબ બનવા જઈ રહ્યું છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આઈટી કંપનીઓ શરૂ થઈ છે . સુરત આગામી દિવસોમાં આઈટી હબ બનાવવા માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અને આ માટે વર્લ્ડ બેન્કથી આર્થિક સહાય મળી રહે એ માટે પણ તજવીજ હાથ ધરાઈ રહી છે.

સિલ્ક સિટી, ડાયમન્ડ સિટી બન્યા બાદ સુરત હવે IT હબ બનવા જઈ રહ્યું છે
સિલ્ક સિટી, ડાયમન્ડ સિટી બન્યા બાદ સુરત હવે IT હબ બનવા જઈ રહ્યું છે

By

Published : Jan 6, 2021, 5:14 PM IST

  • સુરત હવે આઈટી એટલે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હબ બનશે
  • સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગેના પ્રયાસો શરૂ કરાયા
  • વર્લ્ડ બેન્ક પાસે આર્થિક સહાય મળે તે દિશામાં કામ ચાલુ છે
  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત IT કમિટીની રચના કરી

સુરતઃ સુરતમાં બે વર્ષમાં જ 1600 નાની-મોટી આઈટી કંપનીઓ ખૂલી છે અને વાત સાઉથ ગુજરાતની થાય તો તેની સંખ્યા 8 હજારથી પણ વધુ છે. આટલી મોટી સંખ્યા છેલ્લા બે વર્ષમાં આઈટી ક્ષેત્રમાં નવી તક સુરતના યુવાઓને મળી રહી છે. અગાઉ સુરતમાં ટેકસ્ટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ મુખ્ય રહ્યા છે, પરંતુ સુરતને હવે આઈટી હબ બનાવવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત IT કમિટીની રચના કરી છે. દક્ષિણ ગુજરાતમાં અનેક કોલેજ છે. જેના થકી આઇટી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ જવા માંગે છે, પરંતુ ડિગ્રી મેળવ્યા બાદ તેઓને સુરત શહેર છોડી રાજ્યની બહાર નોકરી કરવા જવું પડતું હતું. પણ છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેન્ડ બદલાયો છે. સુરતમાં જ રહી ને સોફ્ટવેર અને એપ્લિકેશન બનાવી તેઓ રોજગારી મેળવી રહ્યા છે. અને સુરતની બહાર જવાની હવે જરૂરત પણ ન પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

સિલ્ક સિટી, ડાયમન્ડ સિટી બન્યા બાદ સુરત હવે IT હબ બનવા જઈ રહ્યું છે
ગુજરાત ઈનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટીની સ્થાપના પણ કરીશું

ચેમ્બરના આઈટી કમિટી ચેરમેન ગણપત ધામેલિયાએ જણાવ્યું હતું કે, સતત વધી રહેલા આઈટી કંપની અને સ્થાનિક યુવાનોને સુરતમાં જ રોજગારી મળે એ માટે ચેમ્બરમાં આઈટી કમિટી બનાવી છે. આ ઉપરાંત અમે સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટીની સ્થાપના પણ કરીશું. અમે નામ રજિસ્ટ્રેશન કરવા માટે મૂકી દીધું. સંગઠન બનાવીને સારી રીતે આગળ વધવાનો હેતુ છે.

સુરત ભવિષ્યમાં સિલિકોન વેલી બનવા જઈ રહ્યું છે, અહીં જ આઈટીની જોબ મળે તેવી વ્યવસ્થા કરાશે

ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની અંદર ઘણા બધા આઈટીના કોર્સ છે અને આ ભણી ઘણા વિદ્યાર્થીઓ બહાર નીકળે છે. એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની નાની મોટી કંપનીઓ બનાવીને સોફ્ટવેરના વ્યવસાય સાથે જોડાયેલી છે અને સુરત ભવિષ્યમાં સિલિકોન વેલી બનવા જઈ રહ્યું છે. આ માટે ચેમ્બર દ્વારા શહેરને આઇટી હબ બનાવવા માટે સરકારને અપીલ પણ કરી છે. આ વખતે વર્લ્ડ બેંકના પ્રોજેક્ટમાં એમએસએમઈમાં પણ ખાસ ફંડ મળે એ માટે રજૂઆત કરવામાં આવી છે. સુરતમાં આઈટી કંપની નહોતી એટલે સુરતના લોકોને બેંગલોર, હૈદરાબાદ, પૂણે, દિલ્હી અને દેશની બહાર કામ કરવા માટે જવું પડતું હતું. આનું કોસ્ટિંગ પણ વધારે થતો હતો પરંતુ હવે સુરતમાં આઈટી કંપનીઓ આવતા લોકોને નવી તક મળી છે.

સુરતને આઈટી હબ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સે પ્રયત્નો શરૂ કર્યા
વિદ્યાર્થીઓને 10 થી 15 કંપનીઓ ઓફર કરી રહી છે

આઈટી કંપનીના માલિક અને ચેમ્બર આઇટી કમિટીના સભ્ય મિલાપે જણાવ્યું હતું. કે જ્યારે 2009માં કંપની શરૂ કરેલી ત્યારે 40થી 50 જેટલા ઈન્ટરવ્યૂ આપ્યા હતા ત્યારે કોઈ પણ કંપનીમાં એન્ટ્રી મળી નહોતી અને હાલના દિવસોમાં વિદ્યાર્થીઓને 10થી 15 કંપનીઓ ઓફર કરી રહી છે. મારી ઓફિસ સુરત રેલવે સ્ટેશન નજીક છે. કારણ કે,જે લોકો નવસારી વાપી ભરૂચ રહે છે. તે લોકો સહેલાઈથી સુરત આવી આઇટી કંપનીમાં કામ કરી શકે. આઈટી કંપનીને જેટલા કર્મચારીઓ જોઈએ તેનાથી વધુ કર્મચારીઓ સહેલાઈથી મળી રહ્યા છે. જ્યારે હું મારો પોસ્ટ પૂર્ણ કર્યો ત્યારે 2009માં માત્ર આઠથી દસ જ કંપનીઓ સુરતમાં હતી અને આજે 1600 થી 2000 જેટલી નાની મોટી કંપનીઓ સુરતમાં હોય તો અંદાજ અમે મૂકી રહ્યા છે અમે બે દિવસમાં જ એસોસિએશનનો રજિસ્ટ્રેશન શરૂ કર્યું અને 101 કરતાં પણ વધુ કંપનીઓ રજીસ્ટર્ડ થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details