ગુજરાત

gujarat

ETV Bharat / city

3 દિવસ વેન્ટિલેટર પર અને 19 દિવસ ICUમાં રહ્યા બાદ માતા વગરનું બાળક સ્વસ્થ થયું

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 3 દિવસ વેન્ટિલેટર અને 19 દિવસ ICUમાં સારવાર લીધા બાદ નવજાત બાળક સ્વસ્થ થયું છે. બાળકને જન્મ આપ્યા બાદ કોરોના સંક્રમિત માતાનું મોત થયું હતું. હ્યુમન મિલ્ક બેન્ક દ્વારા બાળકને મિલ્ક પૂરું પાડવામાં આવતું હતું. આ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા પરિવારે ડૉકટર્સનો આભાર માન્યો છે.

human interest story
human interest story

By

Published : May 31, 2021, 6:23 PM IST

  • માતા વગરનું બાળક 19 દિવસ ICU પર સારવાર મેળ્યા બાદ સ્વસ્થ થયું
  • 3 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું
  • હ્યુમન મિલ્ક બેન્ક દ્વારા બાળકને મિલ્ક પૂરું પાડવામાં આવતું
  • ઈમરજન્સી સિઝેરિયન પ્રસુતિ કરવામાં આવી હતી

સુરત : શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ કોરોના સંક્રમિત માતાનુ મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા બાળકને 3 દિવસ વેન્ટિલેટર અને 19 દિવસ ICUમાં બાળકની સારવાર કરી હતી. ડૉક્ટરોની 19 દિવસની મહેનત બાદ નવજાત બાળક સ્વસ્થ થયું હતું જે બાદ તેને રજા આપવામાં આવી હતી.

3 દિવસ વેન્ટિલેટર પર અને 19 દિવસ ICUમાં રહ્યા બાદ માતા વગરનું બાળક સ્વસ્થ થયું

આ પણ વાંચો -નવી સિવિલની હ્યુમન મિલ્ક બેન્કમાં દુધનું દાન કરી 4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની

નવજાત બાળકને બચાવવા સિઝેરિયન કરવાની જરૂર પડી

માંગરોળની 19 વર્ષીય રુચિ પંચાલ નામની પ્રસૂતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગત 6 મેના રોજ સાંજે 4 કલાકના અરસામાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. રુચિ પંચાલને શ્વાસમાં તકલીફ પડતી હોવાના લીધે ગાયનેક વૉર્ડમાં દાખલ કરીને તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રુચિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. 11 મેના રોજ ગર્ભમાં બાળક અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને લીધે ગર્ભવતી મહિલા અને નવજાત બાળકને બચાવવા સિઝેરિયન કરવાની જરૂર પડી હતી. સિઝેરિયન પ્રસુતિ હોવાને લીધે એનેસ્થેસિયાનો ઉપયોગ કરી પ્રસુતિ કરવામાં આવી હતી. નવજાત બાળકને જન્મ આપ્યા બાદ માતાનું મોત થયું હતું.

માતા વગરનું બાળક 19 દિવસ ICU પર સારવાર મેળ્યા બાદ સ્વસ્થ થયું

આ પણ વાંચો -સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્ક બેન્ક શા માટે છે ખાસ? જુઓ...

19 દિવસ બાળક ICUમાં રહ્યા બાદ બાળક સ્વસ્થ થયું

નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સુજીત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત 11 મે ના રોજ કોરોના સંક્રમિત પ્રસુતિ માતાની સારવાર કરવામાં આવી હતી. તેમની તબિયત ગંભીર હોવાથી ઈમરજન્સી સિઝેરિયન પ્રસુતિ કરવામાં આવી હતી. નવજાત બાળકની ડિલિવરી અધૂરા મહિને થઈ હતી. જન્મેલા નવજાત બાળક કુદરતી રીતે જેવી રીતે શ્વાસ લેવાનો હોય તેવી રીતે લેવી શકતો ન હતો. ડૉક્ટર્સની ટીમ દ્વારા કુત્રિમ સ્વાસ આપવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે ICUમાં કાચની પેટીમાં લઈ આવવામાં આવ્યા હતા. બાળકને 3 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. બાળકની માતા કોરોના પોઝિટિવ હોવાથી બાળકનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બાળકોનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો. બાળક અધૂરા મહિને જન્મેલું હોવાના કારણે ફેફસા નબળા હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જન્મ સમયે બાળક પોતાની રીતે રડી શકતું ન હતું. બાળકને 3 દિવસ વેન્ટિલેટર રાખવામાં આવ્યા બાદ ધીરે-ધીરે તબિયતમાં સુધારો આવતો હતો. બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. બાળકને દવાથી લઇને તમામ સારવાર આપવામાં આવી હતી. બાળકને સિવિલ હોસ્પિટલ હ્યુમન મિલ્ક બેન્ક દ્વારા બાળકને મિલ્ક પૂરું પાડવામાં આવતું હતું. 19 દિવસ બાળક ICUમાં રહ્યા બાદ બાળક સ્વસ્થ થયું છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details