ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની આફરીન મુરાદે સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીત્યું - sports in gujarat

કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનનાં સહયોગથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોશિએશન દ્વારા સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની આફરીન મુરાદે પ્રથમ ક્રમ મેળવીને ચેમ્પિયનશિપ પોતાને નામ કરી હતી.

સુરતની આફરીન મુરાદે સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીત્યું
સુરતની આફરીન મુરાદે સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીત્યું

By

Published : Feb 9, 2021, 2:01 PM IST

  • સુરતની કિશોરીએ કચ્છ ખાતે ચેમ્પિયનશિપ પોતાને નામ કરી
  • સાત ગેમ સુધી ચાલેલી મેચમાં આફરીને 5-2થી જીત મેળવી
  • ત્રણ વર્ષનાં ગાળા બાદ તેણીને ટાઈટલ જીતવામાં સફળતા મળી

સુરત: કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોશિએશન દ્વારા સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021નું કચ્છ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર ગર્લ્સની ફાઇનલ મેચમાં ભારે રોમાંચ રહ્યો હતો. સાત ગેમ સુધી ચાલેલી મેચમાં સુરતની આફરીન મુરાદે ટાઈટલ પોતાને નામ કર્યુ હતું.

વિચલિત થયા વિના નિર્ણાયક મેચ પૂરી કરી

સેમિફાઇનલમાં આફરીને સુરતની મિલી તન્નાને હરાવી હતી. વિજેતા બનેલી આફરીન મુરાદે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રમત દરમ્યાન હું થોડી નર્વસ હતી પરંતુ મેં વિચલિત થયા વિના નિર્ણાયક મેચમાં મારી નેસર્ગિક રમત દેખાડી હતી. તેણે ત્રણ વર્ષના ગાળા બાદ જુનિયર ફાઈનલ્સ જીતી હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details