ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં કોરોનામાં માતા પિતા ગુમાવનારા કિશોરોને ભરણપોષણની ચિંતા - Gujarat News

કોરોના સંક્રમણને કારણે સમગ્ર ગુજરાતમાં અનેક બાળકોનો આશરો છીનવાઈ ગયો છે. કેટલાક કિશોરોએ માતા-પિતા બન્ને ગુમાવ્યા છે. તો કેટલાકે માતા કે પિતા બેમાંથી કોઈ એક ગુમાવ્યા છે, ત્યારે તેમના ભરણપોષણને લઈને અનેક પ્રશ્નો બાળકોને હેરાન કરી રહ્યા છે.

Surat Breaking News
Surat Breaking News

By

Published : Jun 8, 2021, 7:17 PM IST

  • ગુજરાતમાં ઘણા કિશોર- કિશોરીઓએ કોરોનામાં પોતાના માતા-પિતા ગુમાવ્યાં
  • કોરોનામાં માતા-પિતાની છત્ર-છાયા ગુમાવનારા કિશોર-કિશોરીઓને તેમના ભરણપોષણની ચિંતા
  • આ પરિસ્થિતીમાંથી કઈ રીતે બહાર આવે તે અંગે અસમંજસ

સુરત : ગુજરાતમાં ઘણા કિશોર- કિશોરીઓએ કોરોનામાં પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. સુરતમાં પણ એવા કિશોર-કિશોરીઓ છે. જેમને તેમના ભરણપોષણની ચિંતા થઈ રહી છે. માતા-પિતાની છત્ર-છાયા ગુમવાવવાને કારણે તેમની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ માટેના પણ અનેક સવાલો ઉભા થયા છે. ઈમોશનલ સપોર્ટ સાથે તેમણે આર્થિક સપોર્ટ પણ ગુમાવ્યો છે. જેને લઇને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવે તે સમજવામાં તમને સમય લાગી રહ્યો છે. જોકે કોરોનાને કારણે માતા અને પિતા બન્ને ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સહાયની જાહેરાત કરાઈ છે, ત્યારે સહાય માટે ધારવા કરતા હાલ ઓછી અરજીઓ આવી રહી છે.

કોરોનામાં માતા પિતા ગુમાવનારા કિશોરોને ભરણપોષણની ચિંતાકોરોનામાં માતા પિતા ગુમાવનારા કિશોરોને ભરણપોષણની ચિંતા

આ પણ વાંચો : અમદાવાદ સ્કૂલ સંચાલક મંડળે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની 2 વર્ષની ફી માફ કરી

ભરણપોષણની જવાબદારી ઉઠાવીશ : રજત રાદડીયા

વેલંજા ખાતે રહેતા રજત રાદડીયાએ જણાવ્યું હતું કે, દોઢ મહિના પહેલાં તમારા માતા-પિતા બન્નેનું કોરોનાને કારણે અવસાન થયુ છે. હું ઘરમાં મોટો છું અને મારા સિવાય ત્રણ ભાઈ- બહેન છે. ટૂંક સમયમાં જ નોકરી શોધીને ઘરના ભરણપોષણની જવાબદારી ઉઠાવીશ. સરકારની સહાય માટે અરજી કરવાની બાકી છે જલ્દી જ કરીશું. હાલ બાઈસિકલ ગ્રુપ દ્વારા મને જૂની સાઈકલ રીપેર કરી આપવામાં આવી જે મદદરૂપ થઈ રહેશે.

આ પણ વાંચો : Suicide:ચાણસ્મા નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ માસૂમ ભાણી સાથે મોતની છલાંગ લગાવી

વિધવા સહાયથી ઘર ચલાવવામાં મદદ મળી રહી છે : નીતિન મકવાણા

આ વચ્ચે કાપોદ્રા ખાતે રહેતા નીતિન મકવાણાએ જણાવ્યું હતું કે, હું બારમું ધોરણ ભણતો હતો અને ગત વર્ષે કોરોનામાં મારા પિતાનું મોત થયું હતું. હાલ વિધવા સહાયથી ઘર ચલાવવામાં મદદ મળી રહી છે. સરકારની જાહેરાત પ્રમાણે સહાય મેળવવા માટે અરજી કરીશું.

ABOUT THE AUTHOR

...view details