- સુરતના મેયરને હોસ્પિટલમાં દાખલ કરાયા
- કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ હતા
- ઘરે તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા
- મારી તબિયત સારી છેઃ સુરત મેયર
ઓક્સિજન લેવલ ડાઉન થતા સુરતના મેયર હોસ્પિટલમાં દાખલ - સુરત
સુરતના મેયર જગદીશ પટેલ હાલમાં કોરોના પોઝિટિવ છે. તેઓ અત્યારે સારવાર હેઠળ છે. જોકે, તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેશનમાં હતા, પરંતુ તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરત:શહેરના મેયર ડૉક્ટર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેશનમાં હતા. જોકે, ઘરે જ તેમની તબિયત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી હોમ આઈસોલેશનમાં હતા, પરંતુ ઓક્સિજન લેવલ ડાઉન થતા તેઓ તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ થયા છે. 24 નવેમ્બરે ડો. જગદીશ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારથી તેઓ હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા હતા. ટેલીફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેમની તબિયત સ્થિર છે. તેમજ ફક્ત તકેદારીના ભાગરૂપે તેઓ હોસ્પિટલમાં દાખલ છે