- કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનો કહેર
- શનિવારે સુરત સિવિલમાં 10 જેટલી સર્જરી કરવામાં આવી
- 185 લોકો લઈ રહ્યા છે સારવાર
સુરત: શહેરમાં મ્યુકરમાઇકોસીસનો કહેર યથાવત છે મ્યુકરમાઇકોસીસ (mucormycotic )ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે સિવિલ અને સ્મિમેરમાં વધુ નવા 5 દર્દીઓ દાખલ થયા છે કુલ 180 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે શનિનારે ત્રણ દર્દીઓની આંખો કાઢવામાં આવી હતી અને 10 જેટલી સર્જરી કરવામાં આવી હતી.
185 લોકો લઈ રહ્યા છે સારવાર
સુરત કોરોના કહેર બાદ આવે મ્યુકરમાઇકોસીસ વકરી રહ્યો છે શહેરમાં દિન પ્રતિદિન માઇકોસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે નવી સિવિલ હોસ્પિટલમાં વધુ 3 દાખલ થયા છે હાલ સિવિલ હોસ્પિટલમાં 131 દર્દી સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 185 સારવાર લઈ ચુક્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં કોરોના, મ્યુકરમાઇકોસીસ અને ગેંગરિનના પણ કેસ જોવા મળ્યા
17 લોકોના મૃત્યું