ગુજરાત

gujarat

ETV Bharat / city

રૂમ પાર્ટનરની હત્યા કરનારો આરોપી 3 વર્ષે ઉત્તર પ્રદેશથી ઝડપાયો - Uttar Pradesh

સુરતમાં ત્રણ વર્ષ પહેલા પોતાના જ રૂમ પાર્ટનરને ત્રીજા માળેથી નીચે ફેંકી હત્યા કરીને નાસતો ફરતો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. પોલીસે બાતમીના આધારે આરોપીને ઉત્તર પ્રદેશ જઈને ઝડપી પાડ્યો હતો.

રૂમ પાર્ટનરની હત્યા કરનાર આરોપી 3 વર્ષે યુપીથી ઝડપાયો
રૂમ પાર્ટનરની હત્યા કરનાર આરોપી 3 વર્ષે યુપીથી ઝડપાયો

By

Published : Sep 26, 2020, 9:32 PM IST

સુરત: વર્ષ 2017માં પોતાના જ રૂમ પાર્ટનરની હત્યા કરીને ફરાર થઈ ગયેલો આરોપી આખરે ત્રણ વર્ષે ઝડપાઈ ગયો છે. સુરત ડીસીબીએ આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. ત્રણ વર્ષ પહેલા આરોપી વેડરોડ વિસ્તાર પર પોતાના રૂમ પાર્ટનર સાથે રહેતો હતો. તે દરમિયાન તેનો રૂમ પાર્ટનર સાથે જમવાની બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં આરોપી વધારે ઉશ્કેરાઈ જતા તેણે તેના પાર્ટનરને ત્રીજા માળેથી નીચે ફેંકી હત્યા કરી નાખી હતી.

આ અંગેની વિગત એવી છે કે, વર્ષ 2017માં સુરતમાં વેડરોડ મીનાનગરમાં રહેતા રાજુ ઉર્ફે જ્વાલા રમેશભાઈ નિશાત સંચા મશીનમાં કામ કરતો હતો. તે દરમિયાન તેના રૂમ પાર્ટનર જયચંદ્ર મહાવીર બંટા સાથે જમવાની બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપી વધુ ઉશ્કેરાઈ જતા તેના જ રૂમ પાર્ટનરને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. ત્યારથી તે ત્રણ વર્ષથી ફરાર હતો, પરંતુ ડીસીબી પોલીસને બાતમી મળી કે હાલમાં આરોપી પોતાના વતનમાં જ છે એટલે પોલીસે બાતમીના આધારે ટીમ બનાવી ઉત્તર પ્રદેશ ગયા હતા. ઉત્તરપ્રદેશના કેઉટરા ગામ પાસેથી આરોપી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સુરત પોલીસે તેને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ આરોપીને સુરત લઈને આવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details