ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત લાજપોર જેલમાં આરોપીનું મોત, પરિવારે કર્યા આરોપ - સુરત સમાચાર

સુરત લાજપોર જેલના કેદીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે, આરોપી 15 દિવસથી છોકરીની છેડતીમાં જેલમાં બંધ હતો. શિવ શક્તિ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા માર મારવામાં આવ્યો હોવાથી જેલમાં આરોપીનું મોત નિપજ્યું હોવાનો પરિવારે આરોપ મૂક્યો છે.

સુરત લાજપોર જેલમાં આરોપીનું મોત
સુરત લાજપોર જેલમાં આરોપીનું મોત

By

Published : Jul 25, 2021, 11:02 PM IST

  • લાજપોર જેલમાં 14 દિવસ બાદ આરોપીનું મોત નિપજતા ચર્ચા
  • મૃતકને શિવશક્તિ એપાર્ટમેન્ટના રહેવાસીઓ માર માર્યો
  • નાની જાતિના હોવાને કારણે મારવામાં આવ્યો માર

સુરત : શહેરના અઠવા વિસ્તારમાં આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં ગત 14 જુલાઈના રોજ 50 વર્ષીય મૃતક વસંત ઠાકોર પર ત્યાના જ રહેવાસીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે વસંત ઠાકોરે બિલ્ડિંગમાં રમી રહેલી બાળકી સાથે છેડતી કરી હતી. જ્યારે બીજી બાજુ મૃતકની પુત્રીએ જણાવ્યું હતું કે, તેમના પિતા પર જાતીવાદી માનસિકતા રાખીને માર મારવામાં આવ્યો છે. આ બાદ સ્થાનિકો દ્વારા પોલીસ કેસ કરીને ખોટા આરોપ સાથે જેલમાં મોકલવામાં આવ્યા હતી. આ બાદ આરોપી વસંત ઠાકોરનું જેલમાં જ મોત થતા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો:Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

ખોટા આરોપમાં કેસ કરવાનો મૃતકોના પરિવારનો આરોપ

ઉલ્લેખનીય છે કે, પોક્સોના ગુનામાં બંધ શખ્સનું લાજપોર જેલમાં જ મોત થતા પરિવાર દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. મૃતકની પુત્રીએ ETV Bharatને જણાવ્યું હતું કે, મારા પિતાને વધુ માર મારતી લાજપોર જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા હતા, લાજપોર જેલ દ્વારા અમને જાણ પણ કરવામાં આવી હતી નહીં. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમારા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો. ગત 14 તારીખના રોજ 10 દિવસથી મારા માતા પિતા શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં ભાડે રહેવા ગયા હતા, એપાર્ટમેન્ટમાં રહેતા ચૌહાણ સમાજના લોકો મમ્મી-પપ્પાને ત્રાસ આપતા હતા. આ દરમિયાન તે લોકો કહેતા કે તમે લોકો કેમ અહીં રહેવા આવ્યા છો, તમારા પહેલા જે લોકો રહેતા એમનું 15 હજાર મેન્ટેનન્સ બાકી છે, તમે અહિથી નીકળી જાવ, વધુમાં મૃતકની પુત્રીએ કહ્યું હતું કે, તેઓેએ મકાન માલિકને કહ્યું હતું કેસ, તમે આવા લોકોને રહેવા માટે કેમ ઘર આપ્યું, પરિવાર પોતે દલિત છે અને ઉંચીજાતીના વિસ્તારમાં રહેવા કેમ આવે આવા મહેણાં ટોના મારતા હતા.

સુરત લાજપોર જેલમાં આરોપીનું મોત

આ પણ વાંચો:મંદી, મોંઘવારી અને મહામારીથી ધ્યાન ભટકાવવા ‘પેગાસસ’ જાસૂસી કાંડનો રીપોર્ટ લવાયો હોવાની ચર્ચા

સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

આ સાથે સામેવાળા પક્ષ તરફથી જાણવા મળ્યું હતું કે, આ શખ્સ દ્વારા શિવ શક્તિ એપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં રમી રહેલી બાળકીને પકડી રમાડવાના બહાને છેડતી કરી હતી. આથી, પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો એક્ટ મુજબનો છેડતીનો ગુનો નોંધી જેલ મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપીની તબિયત લથડતા શનિવારે સાંજે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજાર તબીબે મૂતક જાહેર કર્યો હતો. આથી, પરિવારને જાણ થતાં જ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આબાદ પરિવાર દ્વારા છેડતીનો આરોપ મુકનાર રાધિકા ચૌહાણ,અમિત ચૌહાણ અને તેના 2 સાથી મિત્રો એ માર મારતા મોત થયાનો આરોપ મુક્યો છે.

ABOUT THE AUTHOR

...view details