ગુજરાત

gujarat

ETV Bharat / city

suicide news: વલસાડ મરીન પોલીસ મથકમાં આરોપીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા - Gujarat News

પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વલસાડના મરીન પોલીસ મથકમાં આરોપીએ બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી છે. જ્યારે આરોપીના પરિવારજનો દ્વારા હત્યા કરાઈ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

Suicide in Valsad
Suicide in Valsad

By

Published : Jul 30, 2021, 4:42 PM IST

  • મરીન પોલીસ કસ્ટડીમાં આરોપીએ આત્મહત્યા (Suicide) કરી
  • 11 આરોપીઓ ધાડ પાડવા આવ્યા હતા
  • LCB પોલીસે બે લોકોની અટકાયત કરી હતી
  • આરોપીએ પોલીસ મથકના બાથરૂમમાં જઈ પોતાના પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

વલસાડ: મરીન પોલીસ (Marine Police) પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી આસલ એક કાર વલસાડ હાઇવે પર પાર્ક કરેલી હતી. પોલીસને શંકા જતા નીચે ઉતરી તપાસ કરતા કારમાંમાંથી 11 જેટલા લોકો ભાગી ગયા હતા. પોલીસે ચાલક સહિત અન્ય એકની ધરપકડ (arrest) કરી પૂછપરછ કરતા કારમાંથી ધાડ પાડવા માટેના ઉપયોગી સાધનો મળી આવ્યા હતા. પોલીસે કાર ચાલકની ધરપકડ (arrest) કરી મરીન પોલીસ મથક (Marine Police station) લઈ આવ્યા હતા. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી નીતિન રમેશ ઉરાડેએ પોલીસ મથકમાં બાથરૂમમાં જઈ પોતાના પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી લેતા પોલીસ કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

વલસાડ મરીન પોલીસ મથકમાં આરોપીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

આ પણ વાંચો : Suicide in Surendranagar: જોરાવરનગરમાં ખાનગી ટ્યૂશન ક્લાસના સંચાલક અને વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

ઘટનાની જાણ થતા પરિજનો મહારાષ્ટ્રથી વલસાડ દોડી આવ્યા

આ ઘટનાની જાણ પરિજનોને થતા મહારાષ્ટ્રથી વલસાડ મરીન મથક (Marine Police station) પહોંચ્યા હતા. મૃતક નીતિન રમેશ ઉરાડે પિતા રમેશભાઇએ જણાવ્યું હતું કે, મારો પુત્ર ટ્રાવેલિંગનો ધંધો કરે છે તે મારા ગામના બે લોકો અને અન્ય લોકોને લઇ વલસાડ ખાતે આવ્યો હતો. પુત્ર સાંજ સુધી ઘરે નહીં આવતા ચિંતામાં મૂકાઈ ગયા હતા. તેનો મોબાઈલ ફોન બંધ આવતો હતો. સાંજના સમયે ગામની સ્થાનિક પોલીસ ઘરે આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તમને ગુજરાત પોલીસે બોલાવ્યા છે. જેથી અમે ગુજરાત આવ્યા, તો અમારા પુત્રનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં જોઈ અમે ચોંકી ઉઠ્યા હતા. અમારા પુત્ર એ આત્મહત્યા નથી કરી તેની હત્યા થઇ હોય તેવું મારું માનવું છે. યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય મળવો જોઈએ

વલસાડ મરીન પોલીસ મથકમાં આરોપીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

આ પણ વાંચો : આત્મહત્યા અટકાવવા રાષ્ટ્રીય યોજનાનું નિર્માણ સરકારનો સકારાત્મક પ્રતિસાદ

આરોપીની હત્યા કરાઈ હોવાનો પરિવારનો આક્ષેપ

મૃતકના મિત્રે નરેન્દ્ર ફાગેએ જણાવ્યું હતું કે, મારો મિત્ર ઇકો કાર ચલાવી ટ્રાવેલિંગનું કામ કરે છે. તે ગામના બે માણસો અને અન્ય લોકોને લઈને ગુજરાતના વલસાડ ખાતે આવ્યો હતો. વલસાડ પોલીસની તેના પિતાને ફોન આવતા અમે વલસાડ દોડી આવ્યા હતા. જ્યાં મેં જોયું કે મિત્રનો મૃતદેહ (dead body) એમ્બ્યુલન્સમાં હતો. પોલીસે અમને જણાવ્યું હતું કે, મૃતક આરોપી ધાડ પાડવા આવ્યો હતો. જેથી અમે તેની ધરપકડ કરી હતી. તે બાથરૂમમાં જઈ પોતાના પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે પરંતુ અમારું માનવું છે કે મિત્રએ આત્મહત્યા નથી કરી, તેની હત્યા થઈ છે. યોગ્ય તપાસ કરી અમને ન્યાય મળવો જોઈએ.

વલસાડ મરીન પોલીસ મથકમાં આરોપીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

આરોપીઓ એક મકાનની રેકી કરી ધાડ પાડવા જવાના હતા

વલસાડના DY.SP વી.એન.પટેલે જણાવ્યું હતું કે, ગત 29 તારીખના રોજ જિલ્લા LCB પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હાઇવે પર એક ઇક્કો કાર પાર્ક કરેલી હતી. એની પ્લેટ પર કીચડ લગાવી નંબર છુપાવવામાં આવ્યો હતો. પોલીસને શંકા જતા નીચે ઉતરી તપાસ કરતા કારમાં 10થી 11 માણસો ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરી બે માણસોને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા માહિતી મળી હતી કે તો એક મકાનની રેકી કરી છે અને ત્યાં ધાડ પાડવા જવાના હતા. પોલીસ નીતિનને લોકપમાં મૂકી અન્ય શખ્સને સાથે લઈ ભાગી છૂટેલા અન્ય આરોપીઓને પકડવા ગઈ હતી. આરોપી નીતિન ટોયલેટમાં જવાનું કહી પોતાના પેન્ટને બારી સાથે બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આરોપી નીતિન એની સાથેના શખ્સ સહિત અન્ય 9 વિરુદ્ધ 399 મુજબનો ગુનો નોંધી નોંધવામાં આવ્યો છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem report) બાદ જ સાચી હકીકત બહાર આવશે. મરણ જનાર આરોપી નીતિન રમેશ ઉરાડે મહારાષ્ટ્રના જિલ્લા પાલઘર ખાતે આવેલા ડાહુનું તાલુકાના સિસને ગામનો રહેવાસી છે. પરિવાર માતા-પિતા, પત્ની અને એક પુત્રી સાથે રહેતો હતો. વલસાડ મરીન પોલીસ કસ્ટડીમાં મોત (Death in police custody) થઇ જતા પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details