સુરતઃ આરોપીએ આત્મહત્યા કરી હોવાના સમાચાર અવાર-નવાર સામે આવતા હોય છે, ત્યારે સુરતમાં પણ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોરી કરતા ઝડપાયેલા આરોપીએ પોતાના ગળામાં બ્લેડ મારીને આત્મહત્યા કરી છે. જેથી પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
કામરેજમાં ચોરી કરતાં ઝડપાયેલા આરોપીએ કરી આત્મહત્યા - સુપતમાં આરોપીએ આત્મહત્યા કરી
સુરત જિલ્લાના કામરેજના કઠોર ગામ નજીક રિક્ષા ચાલકનો ખીસું કાપતા ઝડપાયેલા આરોપીએ ગળામાં બ્લેડ મારીને આત્મહત્યા કરી છે. જેથી પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, કામરેજમાં રહેતો યુસુફ મોહમ્મદ મેમણ નામનો યુવક રવિવારની રાત્રીએ રિક્ષાચાલકનો ખીસ્સો કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે રીક્ષા રિક્ષાચાલક જાગી જતાં તેમણે હોમગાર્ડની મદદથી આરોપીને પોલીસ સ્ટેશને લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે આરોપી યુસુફ મોહમ્મદ મેમણે પોતાના ખીસ્સામાંથી બ્લેડ કાઢીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગળામાં ગંભીર ઈજા થતાં યુસુફ મોહમ્મદ મેમણનું મોત થયું છે.
આ સમગ્ર ઘટનામાં આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઇ હોવાનો આક્ષેપ યુસુફની માતાએ કર્યા છે. જેથી કામરેજ પોલીસે આકસ્મિક મોતના ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.