ગુજરાત

gujarat

ETV Bharat / city

હીરાના વેપારીને રૂપિયાની લેતી-દેતી મામલે માર મારનાર ઝડપાયો - મુંબઈ રહેતા હીરાના વેપારી મહેશ નાવડીયા

સુરત: મુંબઈથી સુરત લગ્ન પ્રસંગમાં આવેલા હીરાના વેપારીને કેટલાક ઈસમો દ્વારા રૂપિયાની લેતી-દેતી મામલે કતારગામ સ્થિત એક ફાર્મ હાઉસમાં સમાધાન માટે બોલાવી માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર વેપારી દ્વારા કતારગામ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.

Surat News Today
હીરાના વેપારીને રૂપિયાની લેતી-દેતી મામલે

By

Published : Dec 10, 2019, 5:33 AM IST

મુંબઈ રહેતા હીરાના વેપારી મહેશ નાવડીયા ગત રોજ સુરત ખાતે એક લગ્ન પ્રસંગમાં સહપરિવાર જોડે આવ્યા હતા. તેમના અન્ય લોકો સાથે ધંધાકીય બાબતે વિવાદ ચાલી આવ્યો હતો. જે લોકોને મહેશભાઈ સુરત આવ્યા હોવાની જાણ થઈ હતી. ભાવનગરથી ત્રણ ગાડીઓ ભરીને આવેલા આશરે નવ જેટલા લોકો સુરત આવી પોહોંચ્યા હતા. પ્રદીપસિંહ ગોહિલ, જેરામ લાવડા અને લાભુ સોલંકીએ મહેશભાઈને કતારગામ સ્થિત એક ફાર્મહાઉસમાં સમાધાન માટે ફોન કરી બોલાવ્યા હતા. જ્યાં ફાર્મહાઉસ ખાતે ગયેલા મહેશભાઈને તમામ ઈસમો દ્વારા ઢોર માર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર લઇ રહેલા મહેશભાઈની ફરીયાદના આધારે કતારગામ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ પ્રદીપસિંહ ગોહિલ, જેરામ લાવડા અને લાભુ સોલંકી સહિત નવ લોકોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. કતારગામ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

હીરાના વેપારીને રૂપિયાની લેતી-દેતી મામલે

ABOUT THE AUTHOR

...view details