ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં એક્ટિવા ચાલકને બચાવવા જતા કલેક્ટર કચેરીની દીવાલમાં એમ્બ્યુલન્સ ઘૂસી, 2 લોકો ઇજાગ્રસ્ત - બચાવ કરતા અકસ્માત સર્જાયો

સુરત અઠવા કલેકટર કચેરી રોડ પર અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ કલેકટર કચેરીની દિવાલ સાથે અથડાતા દિવાલ તૂટી ગઈ હતી અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિત 2 લોકોને ઈજાઓ પહોંચી હતી.

સુરતમાં એક્ટિવા ચાલકને બચાવવા જતા કલેક્ટર કચેરીની દીવાલમાં એમ્બ્યુલન્સ ઘૂસી, 2 લોકો ઇજાગ્રસ્ત
સુરતમાં એક્ટિવા ચાલકને બચાવવા જતા કલેક્ટર કચેરીની દીવાલમાં એમ્બ્યુલન્સ ઘૂસી, 2 લોકો ઇજાગ્રસ્ત

By

Published : Mar 30, 2021, 1:57 PM IST

  • કલેકટર કચેરી પાસે એમ્બ્યુલન્સે ઍક્ટિવાને બચાવવા જતા સર્જાયો અકસ્માત
  • એમ્બ્યુલન્સ કલેકટર કચેરીની દિવાલ સાથે અથડાતા દિવાલ તૂટી પડી હતી
  • અકસ્માતની ઘટનામાં ચાલક સહિત 2 લોકોને ઇજા પહોંચી હતી

સુરત: શહેરના અઠવા ગેટ કલેકટર કચેરી રોડ પર એક ખાનગી બસ ચાલક પાર્લે પોઇન્ટથી આવી રહ્યોં હતો. તે દરમિયાન, અચાનક એક્ટિવા ચાલક એમ્બુલન્સની સામે આવી જતા એમ્બ્યુલન્સ ચાલકે ઍક્ટિવા ચાલકનો બચાવ કરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એમ્બ્યુલન્સ કલેકટર કચેરીની દીવાલ સાથે અથડાતા કલેક્ટર કચેરીની દિવાલ તૂટી પડી હતી. ઘટનાને લઈને આજુબાજુના લોકો સહિત કલેકટર કચેરીમાં હાજર મહિલા હોમગાર્ડના જવાનો પણ દોડીને મદદ માટે આવી ગયા હતા. આ અકસ્માતમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલક સહિત 2 લોકોને ઈજાઓ પહોંચી હતી.

સુરતમાં એક્ટિવા ચાલકને બચાવવા જતા કલેક્ટર કચેરીની દીવાલમાં એમ્બ્યુલન્સ ઘૂસી, 2 લોકો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:નવસારીના ગુરૂકુળ સુપા બ્રિજ પર એસટી બસ અને મોપેડનો અકસ્માત,મહિલાનું મોત

અકસ્માતમાં 2 લોકોને ઇજા પહોંચી

કલેક્ટર કચેરી ખાતે ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ શોભાબેન પાટીલે જણાવ્યું હતું કે, અમે કલેક્ટર કચેરી ખાતે નોકરી પર હતા. તે દરમિયાન, એક એમ્બ્યુલન્સ પાર્લે પોઇન્ટથી આવી કલેકટર કચેરીની દીવાલમાં ઘુસી ગઈ હતી. આથી, આ અકસ્માતમાં 2 લોકોને ઇજા પહોંચી હતી.

સુરતમાં એક્ટિવા ચાલકને બચાવવા જતા કલેક્ટર કચેરીની દીવાલમાં એમ્બ્યુલન્સ ઘૂસી, 2 લોકો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઈ વે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત

ABOUT THE AUTHOR

...view details