અમદાવાદથી સુરત જવાના નેશનલ હાઇવે 48 પર ભાગ્યોદય હોટલ નજીક ટેન્કર પાછળ ઝીંગા ભરેલું કન્ટેનર ધમકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં ઝીંગા ભરેલા કન્ટેનરમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.
સુરત નજીક નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત, ટેન્કર પાછળ કન્ટેનર ઘૂસી જતા ઘટના સ્થળ પર 4નાં મોત - accident on national highway 48
સુરત:મુંબઈ અમદાવાદ હાઇવે નંબર 48 પર સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા નજીક ભાભોર પાટિયા પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર ધડાકાભેર ટેન્કરની પાછળ અથડાતા ઘટના સ્થળે જ કન્ટેનરમાં સવાર ચાર લોકોનાં મોત નીપજ્યા હતા.
sdv
અકસ્માત ની જાણ થતા જ આઈ.આર.બી ટીમ,108 અને પાલોસ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક માં બેઠેલા 4 લોકોના મોત નિપજ્યા હતા. જે પૈકી 2 ઇસમોના મૃતદેહો ફસાયા હતા જેને કલાકોની જહેમત બાદ ક્રેઇન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જાયા બાદ હાઇવે નંબર 48 પર વાહનોની લાંબી કતાર થઈ ગઈ હતી, જોકે પોલીસના કાફલાની મદદથી ટ્રાફિક જામને ધીમે ધીમે હળવો કરાયો હતો. જોકે હાલ આ અકસ્માતમાં મરનાર ઈસમો કોણ છે અને ક્યાંના છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે .
Last Updated : Sep 19, 2019, 10:49 AM IST