ગુજરાત

gujarat

ETV Bharat / city

ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો: લગ્ન પતાવીને પરત ફરી રહેલી વાનનો અકસ્માત, વરરાજાના પિતા સહિત બેના મોત - Bardoli news

ઝંખવાવનો પરિવાર સુરતથી પુત્રની જાન લઈ વાનમાં ઝંખવાવ પરત ફરી રહ્યો હતો. ત્યારે બારડોલી-માંડવી રોડ પર ભામૈયા (Bhamaiya) ગામ નજીક પાછળથી પુર ઝડપે આવેલી એક કારે તેમની વાનને ટક્કર મારી દેતાં વાન રોડ કિનારે ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત (Accident) માં વરરાજાના પિતા સહિત બેના મોત થયા હતા જ્યારે 3ને ઇજા થઇ હતી.

Latest news of Surat
Latest news of Surat

By

Published : Oct 26, 2021, 12:12 PM IST

  • પાછળથી પુરઝડપે આવેલી કારે ટક્કર મારી
  • વાન મૃતક કમાલુદ્દીન ચલાવી રહ્યા હતા
  • પુત્રના લગ્ન કરી પરત ફરી રહ્યો હતો પરિવાર

સુરત: બારડોલી (Bardoli) તાલુકાના ભામૈયા નજીક બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં બે વ્યક્તિઓના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે ત્રણને ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ (Sardar Memorial Hospital) માં ખસેડવામાં આવ્યા હતા. ઝંખવાવનો પરિવાર પુત્રની જાન લઈને સુરતથી ઝંખવાવ પરત ફરી રહ્યો હતો, ત્યારે સર્જાયેલા આ અકસ્માતમાં વરરાજાના પિતા સહિત બેના મોત થતા પરિવારનો ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.

ભામૈયા નજીક જાન લઈ વાનમાં પરત ફરતી કારનો અકસ્માત, વરરાજાના પિતા સહિત બેના મોત

આ પણ વાંચો: માતાજીના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા 5 સગીરોને નડ્યો જીવલેણ અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત

મૃતકના બે પુત્રોના હતા લગ્ન

આ અંગે સરદાર સ્મારક હોસ્પિટલ (Sardar Memorial Hospital) માંથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના ઝંખવાવ ખાતે રહેતા કમાલુદ્દીન સીરાજુદ્દીન શેખ (ઉ.વર્ષ 40) ના બે પુત્ર સાહિલ અને શહેઝાદના 24 અને 25 ઓક્ટોબરના રોજ લગ્ન હતા. 24 મીએ મોટા પુત્ર સાહિલની જાન ભરૂચ ગઈ હતી અને સોમવારે બીજા દિવસે નાના દીકરા શહેઝાદની જાન સુરત ગઈ હતી. લગ્ન બાદ મોડી સાંજે જાન પરત ઝંખવાવ જવા રવાના થઈ હતી.

ભામૈયા નજીક જાન લઈ વાનમાં પરત ફરતી કારનો અકસ્માત, વરરાજાના પિતા સહિત બેના મોત

આ પણ વાંચો:Accident in Rajkot: કાલાવાડ રોડ પર કાર અને ST બસ વચ્ચે અકસ્માત, 5ના મોત

ભામૈયા ગામ નજીક સર્જાયો અકસ્માત

કમાલુદ્દીન તેમના અન્ય સગા સંબંધી સાથે મારુતિ વાનમાં જવા રવાના થયા હતા અને તેઓ જ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન બારડોલી કડોદ રોડ પરથી પસાર થતી વખતે રાત્રીના 8 વાગ્યાની આસપાસ ભામૈયા ગામની સીમમાં પાછળથી પુરઝડપે આવતી એક નિશાન સની કારે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ભામૈયા નજીક જાન લઈ વાનમાં પરત ફરતી કારનો અકસ્માત, વરરાજાના પિતા સહિત બેના મોત

ગમખ્વાર અકસ્માતને કારણે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

અકસ્માત (Accident) માં વાનના ફુરચેફુરચા ઉડી જતા અંદર બેસેલા કુલ પાંચ સભ્યોને ગંભીર ઇજા પહોંચી હતી. જે પૈકી ચાલક અને વરરાજાના પિતા કમાલુદ્દીન સીરાજુદ્દીન શેખ તેમજ છીતુંભાઈ સાહેદખાન ગોહિલ (62) નું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય પરિવારજનોમાં સમીમબેન જાઉદ્દીન શેખ, જાઉદ્દીન શેખ અને નઝમાં ગોહિલને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારમાં બબ્બે પુત્રના લગ્નનો ઉત્સાહ પળવારમાં માતમમાં ફેરવાઈ જતા ભારે કરુણાંતિકા સર્જાય હતી.

ABOUT THE AUTHOR

...view details