વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં આજે જનરલ સેક્રેટરીની ચૂંટણી યોજાઈ હતી, જે અંતર્ગત બારડોલી માં આવેલ પી આર બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પણ GSની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિજેતા ઉમેદવાર અંકિત ચૌધરીના સમર્થક યુવાને ફાયરિંગ કર્યું હતું.
જાહેર માર્ગ ઉપર ફાયરિંગ કરતા વિદ્યાર્થીઓ એક સમયે અચંબામાં પડી ગયા હતાં. જો કે, ફાયરિંગ વીડિયો વાયરલ થતા વાત બારડોલી પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. જેથી બારડોલી પોલીસે વીડિયોના આધારે યુવાનોને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા તેમજ Dysp, જિલ્લા LCB પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.