ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની કોવિડ હોસ્પિટલમાં મદદ માટે ABVP પહોંચ્યું

સુરતમાં કોરોના મહામારીને કારણે સ્તિથી એટલી વણસી છે કે, હોસ્પિટલોના સ્ટાફની પણ અછત જોવામાં આવી રહી છે. આ સ્ટાફની મદદે સુરત ABVP આવ્યું છે. શહેરની આ સ્થિતિને જોતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના કાર્યકર્તાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વિવિધ સેવા કાર્યમાં જોડાવાનું શરૂ કર્યું છે. કાર્યકર્તાઓ PPE કીટ પહેરીને મેડિકલ સ્ટાફને મદદરૂપ થઈ રહ્યાં છે.

કોરોના હોસ્પિટલમાં મદદ માટે ABVP પહોંચ્યું
કોરોના હોસ્પિટલમાં મદદ માટે ABVP પહોંચ્યું

By

Published : Apr 17, 2021, 12:41 PM IST

Updated : Apr 17, 2021, 2:07 PM IST

  • કોરોનાની લીધે હોસ્પિટલોમાં સ્ટાફની પણ અછત દેખાઇ
  • હોસ્પિટલ સ્ટાફની મદદે સુરત ABVP પરિષદ આવ્યું
  • PPE કીટ પહેરીને મેડિકલ સ્ટાફ અને કોરોના પેશન્ટોને મદદ કરશે

સુરત :જિલ્લામાં કોરોનાનો કહેર એટલો વધ્યો છે કે, હાલની સ્તિથીને લીધે હોસ્પિટલોમાં સ્ટાફની પણ અછત જોવામાં આવી રહી છે. સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં લગાતાર એક પછી એક કોરોના પેશન્ટનો ધસારો થઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલમાં સ્ટાફની અછત જોવામાં આવી છે. આ સ્ટાફની મદદે અને સાથે કોરોના પેશન્ટોની મદદે સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) આવ્યું છે.

કોરોના હોસ્પિટલમાં મદદ માટે ABVP પહોંચ્યું

આ પણ વાંચો : કોરોના જાગૃતિ: ABVP દ્વારા શરૂ કરાઈ ઓનલાઈન ચિત્ર સ્પર્ધા

કોવિડ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને મેડિકલ સ્ટાફ અને કોરોના પેસન્ટોની મદદે ABVP


સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે, દર્દીઓને મદદ માટે પુરેપૂરો સ્ટાફ પણ ઓછો પડી રહ્યો છે. આ સ્ટાફને પહોંચી વાળવા માટે સુરતના ABVP આવી પહોંચી છે. તેમના દ્વારા કોવિડ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને મેડિકલ સ્ટાફ અને કોરોના પેશન્ટોને મદદ કરશે. જેથી હોસ્પિટલના સ્ટાફને અને કોરોના પેશન્ટોને હાલાકીનો સામનો કરવો પડે નહિ.

આ પણ વાંચો : JNUએ બનાવી આરટી-પીસીઆર કીટ, 50 મિનિટમાં આવશે કોરોનાનો રિપોર્ટ

ABVP દ્વારા દર્દીઓના સગા-સંબંધીઓએ જોડે ફોન પર વાત કરાવાશે

ABVP દ્વારા દર્દીઓના સગા સંબંધીઓએ જોડે ફોન ઉપર વાત પણ કરાવવામાં આવશે. જેથી દર્દીના સંબંધીઓને હોસ્પિટલમાં દાખલ તેમના સંબંધીની દેખરેખ રાખી શકે છે. જો કોઈ દર્દીનો સામાન લેવા મુકવાનો હશે તો પણ ABVP દ્વારા આ કામો પણ કરવામાં આવશે.

સુરતની ABVP, RSS, છાંયડો સંસ્થા વગેરે જેવી સંસ્થાઓ મદદે જોડાઇ

સુરતમાં જે રીતે વિકટ પરિસ્થિતિ બની છે. તેજ રીતે સુરતની કોવિડ હોસ્પિટલમાં એક પછી એક કોરોના પેશન્ટ આવી રહ્યા છે. કોવિડ હોસ્પિટલમાં કોરોના પેશન્ટને મદદ માટે પણ હોસ્પિટલના સ્ટાફની અછત જોવા મળી રહી છે. સુરતની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા હોસ્પિટલના સ્ટાફ અને કોરોના પેશન્ટની મદદે આવી પહોંચી છે. સુરતની ABVP, RSS, છાંયડો સંસ્થા વગેરે જેવી સંસ્થાઓ પરિષદ દ્વારા સુરતની આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મદદે જોડાયા છે. આ બધી સંસ્થાઓ પોતે પોતાનું ધ્યાન રાખીને જ મદદ માટે પહોંચ્યું છે.

Last Updated : Apr 17, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details