- MTB ARTS કોલેજના પ્રિન્સિપાલને ABVP દ્વારા કરાઈ રજૂઆત
- વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત
- વિદ્યાર્થીઓ પાસેથી પેનલ્ટી ફી 2000 રૂપિયા વધારે લેવામાં આવતા હોવાની ફરિયાદ
સુરતઃ શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી MTB ARTS કોલેજ દ્વારા BA-સેમ-1-2ના જે વિદ્યાર્થીઓને એક થી બે વિષયોમાં ATKT હોય તેમને એડમિશન આપવામાં આવતું ન હોવાને લઈ અને જો એડમિશન આપવામાં આવે તો ફી લેવામાં લેટ કરે છે અને પછી વિદ્યાર્થીઓ પાસેથી પેનલ્ટી ફી 2000 રૂપિયા વધારે લેવામાં આવતા હતા. જેથી આવી બધી સમસ્યાઓને લઈને આજે બુધવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા કોલેજના પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ(ABVP)ના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થી( Students ) ઓ એક સાથે કૉલેજના પ્રિન્સિપલની ઓફિસમાં ગયા એકઠા થયા હતા જેથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.
ATKT લાવનારા કુલ 100 થી 150 વિદ્યાર્થીઓ
MTB ARTS કૉલેજમાં BA-સેમ-1-2માં એક થી બે વિષયોમાં ATKT લાવનારા વિદ્યાર્થીઓને BA-સેમ-3માં એડમિશન આપવામાં આવતું નથી. ATKT લાવનાર કુલ 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓ છે. આમાંથી જેઓનું BA-સેમ-3માં એડમિશન થઈ ગયું છે તેઓને કોલેજ દ્વારા ફોન ઉપર મેસેજ કરીને તમારી ફી બાકી છે તેમ કહીને 2 હજાર રૂપિયા ફી પેનલ્ટી સાથે ઉઘરાવવામાં આવે છે. એડમિશન સમયે એમ કહેવામાં આવ્યું હતું કે, ઓફિસની બહાર બોર્ડ ઉપર તમારું નામ આવશે ત્યારે તમારે ફી ભરવી. જોકે, આવી બધી સમસ્યાઓને લઈને વિદ્યાર્થી( Students )ઓ એક અઠવાડિયાથી કોલેજના ધક્કા ખાઇ રહ્યા છે. આ સમસ્યાઓને લઈને વિદ્યાર્થીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજના પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃસાત ખાનગી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સની મંજૂરીના સરકારના નિણર્યને ABVPએ અયોગ્ય ગણાવ્યો