- ABVP દ્વારા ધારુકા કોલેજમાં કર્યો દેખાવ
- કોલેજમાં ફી મુદે પ્રિન્સિપલને આપ્યું આવેદનપત્ર
- યુનિવર્સિટીએ ફી ઘટાડી હોવા છતા કોલેજ દ્વારા ફી ઘટાડવામાં ન આવતા વિરોધ
સુરતઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરતના ધારુકા કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી લઈને દેખાવ કરવામાં આવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કમીટી મેમ્બર ઈશાન માટૂએ જણાવ્યું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીની અંદરમાં આવતી તમામ કોલેજોમાં ટ્યૂશન ફી 12 ટકા માફી, એફિલિએશનમાં 100 ટકા, હેડમાં 50 ટકા ફી માફી કરવામાં આવી છે.
કોલેજના પ્રિન્સિપલને મળીને રજૂઆત કરવામાં આવી
તેઓએ વધુમાં જણાવ્યું કે, સુરતની કેટલીય કોલેજો દ્વારા જે યુનિવર્સિટીની અંદરમાં આવતી હોય તે કોલેજ દ્વારા આ અમલીકરણ કેમ નથી કરવામાં આવતું. આજ બાબતને લઈને બે દિવસ પહેલા પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરતના ઉધના સિટીઝન અને ડી.આર.બી કૉલેજ દ્વારા પણ અમલીકરણ કરવામાં આવતું ન હતું, જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ત્યા પણ કોલેજના પ્રિન્સિપલને મળીને રજૂઆત કરવામાં આવી હતી અને આજે બુધવારે ફરીથી સુરતના ધારુકાવાળા કોલેજમાં આ જ મુદ્દે કોલેજના પ્રિન્સિપાલને મળીને ફી માટે રજૂઆત કરવામાં આવી હતી. હવે જો આવી કોઈ બાબત ફરીથી ધ્યાનમાં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે.