- સુરત તથા દેશના જ્વેલર્સઓ HUIDના વિરોધમાં આજે હડતાલ પર
- સુરત શહેરના 1500 જેટલા જ્વેલર્સ સ્ટ્રાઇક પર ઉતર્યા છે
- કસ્ટમર અને મેન્યુફેક્ચરિંગ માટે હોલમાર્કની રચના કરવામાં આવી છે
સુરત : આજે દેશના નાના-મોટા જ્વેલર્સ સરકાર દ્વારા લગાવવામાં આવેલ HUIDના હોલમાર્કિંગના વિરોધમાં સ્ટ્રાઇક પર છે. તે જ રીતે સુરત શહેરમાં પણ 1500થી વધુ નાના-મોટા જ્વેલર્સો દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવશે. દેશના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના ચારે ઝોન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચારેય ઝોન દ્વારા આ સ્ટ્રાઇક કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 3500 જેટલા જ્વેલર્સ આજે હડતાલ પર ઉતર્યા છે.
આ પણ વાંચો- સુરતના 1500 જેટલા જ્વેલર્સ 23 ઓગસ્ટના રોજ કરશે હડતાલ
કેન્દ્ર સરકાર દ્વારા BISને સંપૂર્ણપણે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે
કેન્દ્ર સરકાર દ્વારા BISને સંપૂર્ણપણે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નિયમને લઈને જ્વેલર્સ ઉદ્યોગમાં આવકાર્યો છે, પરંતુ કસ્ટમર અને મેન્યુફેક્ચરિંગ માટે હોલમાર્કની રચના કરવામાં આવી, પરંતુ તેની સામે HUIDના નિયમ બરોબર નથી. સેલિંગની પદ્ધતિ વેચાણ કર્તાઓના જ્વેલર્સ સુધી રાખે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો આ નિયમને નહીં પાડનારાં જ્વેલર્સ સામે જેલ, દંડ અને લાયસન્સ રદ કરવાની જોગવાઈઓ છે. જેનાથી જ્વેલર્સની હાલત ખૂબ જ ખરાબ થઈ જશે. જેના કારણે ગુજરાતમાં હજારોની સંખ્યામાં જ્વેલર્સ આ હડતાલમાં જોડાયા છે.
3500 જેટલા જ્વેલર્સ આજે હડતાલ પર આ પણ વાંચો- વડોદરાની CH જ્વેલર્સમાં ચોરીને મામલે સયાજીગંજ પોલીસે બે શખ્સની કરી ધરપકડ
વર્ષોથી હોલ માર્કિંગ કરાવી રહ્યા છે
સુરત જ્વેલર્સ એસોસિયએશનના ઉપપ્રમુખ દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, હોલ માર્કિંગના ઓલ રેડી સેન્ટર છે. સારા જ્વેલર્સ તો કેટલા વર્ષોથી હોલ માર્કિંગ કરાવી રહ્યા છે અને સારું સોનુ આપી રહ્યા છે. જે લોકો નથી કરાવી રહ્યા તેના માટે ગવર્મેન્ટ એક ડ્રાઇવ હતું કે, બધા લોકો આમાં શામેલ થાય અને સારા લેવલનું પ્રોપર જ્વેલરી ઓફ ક્વોલિટી કસ્ટમરને મળી રહે એના માટે પણ વેલકમ છે, પણ જે HYDનો કાયદો છે જેનો અમે લોકો વિરોધ કરી રહ્યા છે.