ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ તેરા કૈસા ખેલ, સસ્તી દારૂ મહેંગા તેલ : AAP - AAP protest against Govt

બોટાદના લઠ્ઠાકાંડ બાદ રાજકીય (Botad Lattakand Case) માહોલ જામ્યો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય સરકારનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. મુખ્યપ્રધાન - ગૃહપ્રધાન રાજીનામું આપે તેવી માંગ સાથે AAPના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ભાજપ તેરા કૈસા ખેલ, સસ્તી દારૂ મહેંગા તેલ : AAP
ભાજપ તેરા કૈસા ખેલ, સસ્તી દારૂ મહેંગા તેલ : AAP

By

Published : Jul 28, 2022, 4:19 PM IST

સુરત : સમગ્ર ગુજરાતમાં હાલ બોટાદના બરવાળા, રોજીદ (Botad Lattakand Case) ગામમાં થયેલો ઝેરી દારૂકાંડ મામલો ચર્ચાઈ રહ્યો છે, ત્યારે આજરોજ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દારૂબંધીમાં નિષ્ફળ ગઈ છે. તેવી માંગ સાથે રોડ ઉપર ઉતારીયા અને નારા લગાવ્યા હતા. ગૃહપ્રધાન હર્ષ સંઘવીના રાજીનામું ના નારા લગાવવામાં આવ્યા છે. ભાજપ તેરા કૈસા ખેલ સસ્તી દારૂ મહેંગા તેલના નરાઓ લગાવવામાં (AAP protest against Govt) આવ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ પહોંચ્યા છે.

આ પણ વાંચો :લઠ્ઠાકાંડમાં ભાગદોડ વધી : હોસ્પિટલમાંથી ભાગી ગયેલા દર્દીને પકડવા પોલીસને મળી સફળતા

ખુલ્લેઆમ દારૂ વેચાય -ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, બોટાદના બરવાળા રોજીદ ગામમાં થયેલા ઝેરી દારૂકાંડ મામલે ગુજરાત સરકારની નિષ્ફળતાને લઈ ગુજરાત સરકાર રાજીનામું આપે તેમનો પડે ભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે ગુજરાતના સમગ્ર જિલ્લામાંથી રાજ્યપાલને અમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે. અમારી માંગ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. એમનો વેપાર બંધ કરવામાં આ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ગુજરાત સરકાર પોતે હપ્તા લેય છે. ગુજરાતના નેતાઓ દારૂના વેપાર સાથે સંકળાયેલા હોય છે. જેને લઇને ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. તેમના રાજીનામું ના માંગ સાથે આજે આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓમાં રોડ ઉપર ઉતરી છે.

આ પણ વાંચો :શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!

યુવાનો દારૂમાં હોમાઈ ગયા - ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના અનેક ગામોમાં મહિલાઓ, વડીલો, દારૂના વેપારના કારણે નારાજ છે. આ તમામ લોકોએ ઘણી વખત દારૂને લઈને (AAP protests over liquor) રજુઆત કરતા રહે છે. દારૂ બંધ થવો જોઈએ કેટલાક યુવાનો આ દારૂમાં હોમાઈ ગયા છે. પરંતુ ગુજરાત સરકારના પેટનું પાણી હલતુ નથી. ગુજરાતમાં દારૂ (Liquor case in Surat) બંધ થવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details