સુરત : આપના પ્રદેશ મંત્રી મનોજ સોરઠીયા પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ આજે આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સુરતની મુલાકાતે હતાં. તેઓ હોસ્પિટલમાં જઈ મનોજ સોરઠીયાને મળ્યા હતાં. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અમારી પાર્ટીની લોકપ્રિયતાના કારણે ભાજપ ભયભીત છે. ભાજપ ગુંડા પાર્ટી છે અને હવેથી આવનાર દરેક ચૂંટણી કેજરીવાલ વિરુદ્ધ નરેન્દ્ર મોદી હશે.
રાઘવ ચઢ્ઢાએ હોસ્પિટલમાં જઇને મનોજ સોરઠીયા સાથે વાત કરી તમામ જાણકારી મેળવી સોરઠીયાના ખબરઅંતર પૂછ્યા રાઘવ ચઢ્ઢાએ મનોજ સોરઠીયા હોસ્પિટલમાં મળી તમામ જાણકારી પણ મેળવી હતી. એટલું જ નહીં જે ગણેશ મહોત્સવને લઇ વિવાદ થયો હતો ત્યાં જઈને ગણેશજીની પ્રતિમા સામે આરતી અને પૂજા અર્ચના કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પુરી દુનિયાને અહિંસાની શીખ આપનાર આપણા પ્યારા બાપુની ધરતી ભારતીય ગુંડા પાર્ટી એટલે કે બીજેપી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાના કારણે અને મળેલા જનસમર્થનના કારણે એટલી ગભરાઈ ગઈ છે કે બીજેપીના ગુંડાઓએ આજે અમારા નેતાઓને મારવા પીટવા માથું ફોડવાનું અને જાન લેવાનું શરૂ કરી દીધું છે. આ સબૂત છે કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ભાજપા પાર્ટી કેટલી ડરી ગઈ છે કેટલી ગભરાઈ ગઈ છે.
આ પણ વાંચો AAPના નેતા મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો, પાર્ટીએ માગ્યું ગૃહરાજ્યપ્રધાનનું રાજીનામું
મુખ્યપ્રધાનનું રાજીનામું માગ્યું તેઓએ જણાવ્યું હતું કે, હું ગુજરાતના મુખ્યપ્રધાનને કહેવા માગું છું કે જો તમે એટલા ડરી ગયા છો તમારા ગુંડાઓને આગળ કરીને રાજનીતિ કરવા માંગો છો. વિપક્ષને તમારા દલ બળથી કચડવા માંગો છો. તમે સરકાર નથી સંભાળી શકતા તો તમે રાજીનામું આપી દો. આમ આદમી પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી લગાતાર વાત કરી રહી છે કે ગુજરાતમાં વાર્ષિક હજારો લાખો કરોડોનો બેનામી અને ગેરકાયદેસર દારૂનો ધંધો ચાલી રહ્યો છે. જે ભાજપાના નેતાઓ ચલાવી રહ્યા છે. અમે એમાં તપાસની માંગ કરીએ છીએ. પરંતુ ભાજપ અને મુખ્યપ્રધાન આ તપાસથી ભાગી રહ્યા છે. ભાજપા અને ભારતીય ગુંડા પાર્ટીને હું કહેવા માગું છું કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોના દિલોમાં જગ્યા બનાવી ચૂક્યા છે.
આ પણ વાંચો સુરત ભાજપ કાર્યકરો આપમાં જોડાયા કોંગ્રેસ સહિતના કુલ આટલા બધા કાર્યકર્તાઓએ કૂદકો માર્યો
ચૂનોતી આપી રહ્યા છે અરવિંદ કેજરીવાલ તેઓએ સાથે એમ પણ કહ્યું હતું કેઆ અત્યાચારનો ગુંડાગર્દીનો અને મારપીટનો બદલો ગુજરાતની જનતા આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમાં લેશે. ગુજરાતની પોલીસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમના માણસો દ્વારા અમારા ઉપર હુમલાઓ કરાવે છે. હું પૂછવા માંગુ છું કે આ હુમલાઓ કોંગ્રેસ પાર્ટી કે તેમના માણસો ઉપર કેમ નથી થતો? તેમના ઉપર કેમ હાથ ઉઠાવવામાં નથી આવતો. એ એટલા માટે કે આજે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને ચૂનોતી આપી શકે તેમ નથી. અત્યારે એક જ પાર્ટી છે કે જે ભારતીય જનતા પાર્ટીને ચૂનોતી આપી શકે છે અને તે છે આમ આદમી પાર્ટી અને એ એક જ વાર નેતા છે ભારતીય જનતા પાર્ટીને ચૂનોતી આપી રહ્યા છે અને તે છે અરવિંદ કેજરીવાલ.
ઇડી અને સીબીઆઈનું કોકટેલ દિલ્હીના ધારાસભ્યોને ખરીદવા મામલે પણ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એવા ઘણા અમીર દોસ્તો છે કે જેમની પાસેથી હજારો અને કરોડો રૂપિયા એકઠા કર્યા. આ હજારો અને કરોડો રૂપિયા ઇડી અને સીબીઆઈ કોકટેલ કરીને સમગ્ર હિન્દુસ્તાનમાં વિપક્ષના નેતાઓની સરકાર પાડી રહી છે. મહારાષ્ટ્રમાં શું થયું તમે જોયું એ પહેલાં કર્ણાટકમાં શું થયું તે પણ તમે જોયું. મધ્યપ્રદેશમાં શું થયું એ પણ જોયું. હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર પાડવાની કોશિશ ભાજપા કરી રહી છે. AAP MP Raghav Chaddha in Surat , Attack on Manoj Sorathiya , AAP MP Demands CM Bhupendra Patel Resignation , મનોજ સોરઠીયા પર હુમલાનો મામલો ,આપ સાંસદની સીએમ ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માગ , આપ સાંસદ રાઘવ ચઢ્ઢા સુરત મુલાકાત