ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા કામ માગવા નીકળ્યા - ગુજરાત

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીના વિજયી થયેલા કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા પોતાના પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની જેમ પ્રજા સમક્ષ જઇને હવે કામ માગવા નીકળ્યા છે.

gujarat
gujarat

By

Published : Mar 2, 2021, 8:42 PM IST

  • આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા કામ માગવા નીકળ્યા
  • અરવિંદ કેજરીવાલની જેમ પ્રજા સમક્ષ જઇને માગશે કામ
  • ધર્મેશ વાવલિયાએ હાથમાં સ્પીકર અને માઈક લઈને લોકોને આશ્વસ્ત કર્યા

સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીના વિજયી થયેલા કોર્પોરેટર પોતાના પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની જેમ પ્રજા સમક્ષ જઇને હવે કામ માગવા નીકળ્યા છે. તેમણે પ્રજા સમક્ષ જઈને આશ્વાસન આપ્યું છે કે, જે રીતે તેમને વિજયી બનાવવામાં આવ્યા છે, પાંચ વર્ષ સુધી તે પ્રજા માટે કામ કરશે ખાસ કરીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ વાવલિયાએ હાથમાં સ્પીકર અને માઈક લઈને લોકોને આશ્વસ્ત કર્યા છે કે, તે દર ત્રણ મહિને તેમની સમક્ષ આવશે અને તેમને જે કંઈ પણ સમસ્યા હશે તેનો નિરાકરણ લાવશે.

સુરતમાં આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા કામ માગવા નીકળ્યા

દરેક સોસાયટીમાં દર ત્રણ મહિને આવીને લોકોની સમસ્યા જાણશે

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા જે રીતે મત માગવા નીકળ્યા હતા, તે રીતે કામ માગવા નીકળ્યા છે. ધર્મેન્દ્ર વાવલીયા સરથાણાના કોર્પોરેટર છે અને હાલ જ આમ આદમી પાર્ટીથી ચૂંટાઈને આવ્યા છે. જીત્યા બાદ જ તેઓ પોતાના વૉર્ડમાં આવનારા સોસાયટીની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ માઈક હાથમાં લઈને લોકોને આહ્વાન કરી રહ્યા છે કે, તેમને કોઈ પણ કામ હોય તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યાલયનો સંપર્ક કરે. લોકોને પણ જણાવ્યું છે કે, તેઓ દરેક સોસાયટીમાં દર ત્રણ મહિને આવીને લોકોની સમસ્યા જાણશે.

લોકો આમ આદમી કાર્યાલયનો સંપર્ક કરે

ધર્મેન્દ્ર વાવલીયાએ સ્પીકરથી લોકોને સંબોધિત કરી જણાવ્યું હતું કે, કોઈ મહાનગરપાલિકાનો અધિકારી અથવા તો પોલીસ અધિકારી તેમને હેરાન કરે તો પણ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરવાનો રહેશે. સરકારી યોજનાનો લાભ દરેકને મળી રહે આ માટે પણ લોકો આમ આદમી કાર્યાલયનો સંપર્ક કરે.

ABOUT THE AUTHOR

...view details