- કોંગી નેતા હાર્દિક પટેલે સુરતમાં ચૂંટણી સભાઓ યોજી
- ભાજપ, AAP અને AIMIM પર કર્યા આકરા પ્રહાર
- મુખ્યપ્રધાન રૂપાણીનાં સારા સ્વાથ્ય માટે કરી કામના
AAP અને AIMIM ભાજપને જીતાડવા માટે ચૂંટણીમાં ઉતર્યા છે : હાર્દિક પટેલ
કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે સુરતના કતારગામમાં સભા યોજીને 3 વોર્ડના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો અને આડકતરી રીતે તેઓએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી અને AIMIM ભાજપને જીતાડવા માટે ચૂંટણીમાં ઉતર્યા છે. આ સાથે પાસ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે જણાવ્યું હતું કે, પાસ સાથે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે.
સુરત: કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે સુરતની મુલાકાતે દરમ્યાન સભા સંબોધી હતી. મીડિયા સાથે વાતચીત દરમ્યાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તેઓએ કહ્યું હતું કે, જો મ.ન.પા.માં અમારુ બોર્ડ બનશે તો મિલકતવેરામાં 50 ટકાની રાહત આપવામાં આવશે. ફ્રી પાર્કિંગ ઝોન અને ફ્રી વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવશે. સરકારી શાળાઓમાં ઇંગ્લિશ મિડિયમની શાળાઓ શરૂ કરવામાં આવશે.
ભાજપના નેતાઓ પર કર્યા આકરા પ્રહાર
હાલ સુરતના બે ધારાસભ્ય વિવાદમાં આવ્યા હતા. ધારાસભ્ય વીનું મોરડીયાને પ્રશ્ન કરનાર એક વ્યક્તિને જેલ મોકલવામાં આવતા હાર્દિક પટેલે આ ઘટનાની ટીકા કરી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, કોઈ માણસ જો તમને એ જનતા તરીકે પ્રશ્ન કરે તો તેનો જવાબ આપવાનું તમારી ફરજ બને છે. જન પ્રતિનિધિ તરીકે તમને દરેક લોકોને જવાબ આપવો પડે. હાર્દિક પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપર નિશાનો સાધતા કહ્યું હતું કે, એમની ગુંડાગર્દી અંગે લોકોને ખબર છે. મને લાગે છે કે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે અને સાંસદ તરીકે તેમને નમ્ર બનીને લોકો સમક્ષ રજૂ થવું જોઈએ.