- ઘોડદોડ વિસ્તારમાં આમ-આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન
- કોરોનાના કારણે અનેક નિયમો બહાર આવ્યા
- કાર્યકર્તાઓ રોડ પર ભીખ માંગતા જોઇ લોકો પણ આશ્ચર્યમાં
સુરત :શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા રામ ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ગોધર રોડ વિસ્તારમાં ભીખ માંગતા દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
આ પણ વાંચો :મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જર માટે RT- PCR ટેસ્ટ ફરજીયાત કરાયો