ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ કરવા આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો - સુરત આમ આદમી પાર્ટી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. જેના માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઇ ચૂકી છે, ત્યારે સુરત આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવારનું ફોર્મ રદ કરવા વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ કરવા આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો
ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ કરવા આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો

By

Published : Feb 8, 2021, 2:50 PM IST

Updated : Feb 8, 2021, 4:25 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ
  • સુરત આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ
  • ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા વિરોધ

સુરત: વોર્ડ નબર 8માં ભાજપના ઉમેદવાર સુવરણાં જાદવ આંગણવાડીમાં ફરજ બજાવે છે અને પગાર લઇ રહ્યાં છે. જેથી તેમનું ફોર્મ રદ કરવા આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. આટલું જ નહીં નેતાઓના દબાણવશ થઈને ફોર્મ રદ ન કરાયું હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારે લગાવ્યો હતો.

ભાજપના ઉમેદવાર આંગણવાડીમાં નોકરી કરે છે

સુવરણાં જાદવ મનપામાં આંગણવાડીમાં ફરજ બજાવે છે અને પગાર લઇ રહ્યાં છે. તેમને ભાજપ તરફથી ડભોલી-સીગંણપોર વોર્ડ નબર 8માંથી ટિકિટ આપવામાં આવી છે, પરંતુ આ મામલે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવાર ઘનજી વિરાસને જાણ થતાં તેમણે કાર્યકરો સાથે બહુમાળી ભવન પહોંચી ધરણાં યોજ્યાં હતાં. આ ધરણાં દરમિયાન તેમણે સુવરણાં જાદવનું ફોર્મ કદ કરવાની માગ કરી હતી.

દબાણવશ ફોર્મ સ્વીકાર્યું

આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવાર ઘનજી વિરાસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ અંગે વિરોધ થતાં તેમણે ફોર્મ રદ કરવાની કાર્યવાહી કરી હતી, પરંતુ ઉપરથી નેતાઓનો ફોન આવી જતાં અધિકારીઓએ ફોર્મ રદ કર્યું નથી. જેથી જ્યાં સુધી ફોર્મ રદ નહીં થાય ત્યાં સુધી તે ધરણાં કરશે.

Last Updated : Feb 8, 2021, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details