સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક અજીબોગરીબ ઘટના બની છે. નવસારીમાં આવેલા ખેરગામમાં નવી નગરીના એક 24 વર્ષીય મયુર નામના યુવાને ગળો ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું (suicide in surat civil hospital) હતું. આ ઘટના સામે આવતા જ હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું (suicide case in surat) હતું. હાલ પોલીસ તંત્ર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :દિવાલ પર સ્યુસાઈટ નોટ લખી મહિલાએ ભર્યું પગલું, કહ્યું સોરી મમ્મી
યુવાનને સ્વાદુપિંડની બિમારી :છેલ્લા ત્રણ દિવસથી નવસારી આવેલા મયુર બાબુ પટેલ નામના યુવાનને સ્વાદુપિંડની બીમારીને કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દી છેલ્લા એક મહિનાથી આ બિમારીથી પીડાતા હતા અને છેલ્લા એક મહિનાથી તે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવતા હતા, પરંતુ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાદ, આજે રવિવારે વહેલી સવારે 5:30 વાગ્યાની કોઈ કારણસર તેમણે હોસ્પિટલના જ વોર્ડમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. તો બીજી બાજુ નવી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળ તપાસ હાથ ધરી હતી.