- ભાવનગરથી સુરત આવી રહેલી બસને લૂંટવાનો પ્રયાસ
- માલધારી યુવકે એકલેેહાથે લૂંટારુઓને પડકાર્યાં
- લૂંટારાએ મારેલી ગોળી હાથ પર વાગી
- 45 જેટલા પેસેન્જરો તેમ જ કરોડોનું આંગડીયું બચી ગયું
સુરતઃ ગત 24મી ઓગસ્ટે ગોપાલ ટ્રાવેલ્સની ભાવનગરથી સુરત આવી રહેલી બસને લૂંટારુઓ દ્વારા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. બસમાં પહેલેથી જ પ્લાનિંગ સાથે બે લૂંટારુ બેઠાં હતાં અને નક્કી કરેલી જગ્યાએ ઉતરવાનું કહી બસ થોભાવી હતી. બસ જેવી ઉભી રહી તે સમયે અન્ય લૂંટારુઓની કાર આવી ગઈ હતી અને તેમાંથી લૂંટારુઓ બંદૂક લઈ ઉતરી પડ્યાં હતાં અને ડ્રાઈવરને બંદૂક બતાવતાં ડ્રાઈવર ભાગી ગયો હતો ત્યારે બસમાં સવાર યુવકે લૂંટારુને પડકાર્યો હતો.
યુવકે લૂંટારુઓને પડકારતાં લૂંટારુએ યુવક પર કર્યું ફાયરિંગ
બસમાં સવાર અનિલ ડાંગર જાણ થઈ કે લૂંટારુઓ દ્વારા ઉભી રાખવામાં આવી છે ત્યારે તે પોતાના જીવની ચિંંતા કર્યા વગર બસના દરવાજે આડો ઉભી રહી લૂંટારૂને પડકાર ફેંક્યો હતો. લૂંટારુએ બંદૂક બતાવી રસ્તામાંથી હટી જવા કહ્યું છતાં બહાદુર યુવક ડર રાખ્યા વગર દરવાજા પર જ ઉભો રહ્યો હતો. ત્યારે લૂંટારુઓ દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક ગોળી યુવકના હાથમાં આરપાર થઈ ગઈ હતી અને યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે યુવકની બહાદુરી જોઈ અન્ય સવાર લોકોએ સાહસ કરતા લૂંટારુઓ પીઠ બતાવી ભાગી ગયાં હતાં તેથી 45 જેટલા પેસેન્જરો તેમ જ કરોડોનું આગડીયું બચી ગયાં હતાં.
ભરવાડ સમાજ દ્વારા યુવાનનું સન્માન કરવામાં આવ્યું
યુવકને હાથ પર ગોળી વાગતાં તેને પ્રાથમિક સારવાર ભરૂચની હોસ્પિટલમાં આપવામાં આવી હતી. જોકે વધુ સારવારની જરૂર હોવાથી તેને તાત્કાલિક કામરેજની દિનબધું હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે યુવકની બહાદુરીની વાત વાયુવેગે પ્રસરતાં સમાજના આગેવાનો દિનબધું હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં અને યુવકની બહાદૂરીને બિરદાવી તેનું સન્માન કર્યું હતું.
યુવકે કદાચ હિંમત ન કરી હોત તો કરોડોનું આગડિયું તેમજ પેસેન્જરોના જીવ ગયાં હોત
અનિલ ડાંગર નામના બહાદુર યુવકે કદાચ લૂંટારુ સામે બાથ ન ભીડી હોત તો કરોડોનું આંગડીયું લૂંટાઈ ગયું હોત અને પેસેન્જરોના જીવ પણ ગયા હોત ત્યારે અનિલની આ કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ સુરતમાં પ્રેમિકા સાથે ભાગવા બંદુકની અણીએ એન્જિનિરિંગના વિદ્યાર્થીએ કરી કારની લૂંટ
એકલો માલધારી યુવક લૂંટારુઓને ભારે પડ્યો, ગોળી ખાઈને પણ બસ લૂંટાતી બચાવી - Robbers
ગત 24 ઓગસ્ટની રાત્રે ભરૂચના અંકલેશ્વર નજીક પાસે લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માલધારી સમાજના યુવકે પોતાનો જીવ જોખમાં મૂકી લૂંટારુઓને પડકાર્યો હતાં અને બસ લૂંટાતી બચાવી હતી.
એકલો માલધારી યુવક લૂંટારુઓને ભારે પડ્યો, ગોળી ખાઈને પણ બસ લૂંટાતી બચાવી