- બોલાચાલી બાદ લાત મારવાથી મોત
- પોતાના જ મિત્ર રાહુલને લાત મારી જમીન ઉપર ઢાળી દીધો
- રાહુલનું મોત થઇ ગયું આ વાત જાણી ભાવેશ ભાગી ગયો
સુરત: ઉગત ગામે જુગાર ધામ ઉપર બે મિત્રો અચાનક કોઈ વાતને લઈને ઝગડો થયો હતો. આ ઝગડામાં એક મિત્રએ બીજા મિત્રને ગુસ્સામાં આવીને લાત મારીને જમીન ઉપર પાડી દીધો હતો. ત્યારબાદ તે ઉભો ન થતા તેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં તેને મૃત્ત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ તથા પરિવારને જાણ કરવામાં આવી હતી. યુવક તેના ભાઈ સાથે રહેતો હતો. રાહુલકુમાર મનોજભાઈ પટેલ માતા-પિતાના મૃત્યુ બાદ નાનાભાઈ સાથે કાકા હસમુખભાઈ પટેલ સાથે રહેતો હતો. દુબઇમાં નોકરી હોવાને કારણે રાહુલ હળપતિવાસમાં 6 મહિનાથી રહેવા લાગ્યો હતો, ત્યાં એના ઘણા મિત્રો પણ બની ગયા હતા. મિત્રએ આવેશમાં આવીને લાત મારી હતી.