ગુજરાત

gujarat

ETV Bharat / city

197.94 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલાને સુરત રેલવે સ્ટેશન પાસેથી પોલીસે ઝડપી - ક્રાઈમ ન્યૂઝ

સુરતમાં SOG પોલીસે 19.79 લાખના 197.94 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલાને સુરત રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં આ ડ્રગ્સ મહિલાના બનેવીએ મંગાવ્યું હતું અને તેને આ ડ્રગ્સ મુંબઈમાં રહેતા સોનુ નામના શખ્સે આપ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ડ્રગ્સ મંગાવનાર અને ડ્રગ્સ આપનારા બંને શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ
MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ

By

Published : Mar 2, 2021, 8:39 AM IST

  • MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ
  • MD ડ્રગ્સની કિંમત 19.79 લાખ રૂપિયા
  • બંને શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

સુરત: SOG પોલીસને બાતમી મળી હતી કે એક મહિલા ટ્રેનમાં MD ડ્રગ્સ લઈને સુરત આવી રહી છે. બાતમીના આધારે પોલીસે રાત્રે 2.30 વાગ્યે સુરત રેલવે સ્ટેશન સામે વોચ ગોઠવી હતી અને રેલવે સ્ટેશન બહાર યાસ્મીનબાનુ ઉર્ફ મન્ના કાદરિયા શેખ આવતા પકડી લીધી હતી. પોલીસે તેની ઝડતી લેતા તેની પાસેથી 197.94 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની કિંમત 19.79 લાખ રૂપિયા થાય છે. પોલીસે તેની પાસેથી ફોન અને ડ્રગ્સ કબ્જે કર્યું હતું. પુછપરછમાં તેણીએ જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ તેના બનેવી મોહમ્મદ સાજીદ સલીમ કુરેશીએ મુંબઈથી મંગાવ્યું હતું.

મોહમ્મદ સાજીદ સલીમ કુરેશીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

તે ડ્રગ્સ લેવા મુંબઈ ગઈ હતી. ત્યાંથી આરોપી સોનુએ તે ડ્રગ્સ આપ્યું હતું. અહીં તે ડ્રગ મોહમ્મદ સાજીદને આપવા માટે જતી હતી. આ ઘટનામાં પોલીસે ડ્રગ્સ આપનારા મુંબઈમાં રહેતો સોનુ નામનો શખ્સ અને ડ્રગ્સ મંગાવનારી મહિલાના બનેવી મોહમ્મદ સાજીદ સલીમ કુરેશીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details