- આર્ગેનિક ખેતી કરી રહ્યા છે મહિલાઓ
- સુરતમાં અનુપમાએ બનાવ્યું કિચન ગાર્ડન
- 2000થી વધુ છોડનું વાવેતર
સુરત: ભટાર વિસ્તારમાં આશીર્વાદ કોમ્પ્લેક્સ પાસે એક મહિલા દ્વારા પોતાના ઘરમાં જ આર્ગોનિક ખેતી કરી આત્મનિર્ભર બની છે. તેમણે પોતાના ઘરમાં કિચન ગાર્ડન બનાવ્યું છે. ગાર્ડનમાં અલગ અલગ જાતના ફુલ શાકભાજી તથા ફળો તૈયાર કરવામાં આવે છે.આ બેનના ઘરના બહાર તો કિચન ગાર્ડન છે જ પરંતુ ઘરની અંદર પણ બધી જગ્યા ઉપર નાના છોડ જોવા મળી રહ્યા છે. અને જેને કારણકે આખા ઘરમાં કાયમ ઠંડક રહે છે.
અગાસીમાં 2000 છોડ
અનુપમા બહેન કહે છે કે,"અહીંયા મારી પાસે નાનું ટેરેસ અને બાલ્કની છે. તેમાં 500 થી લઇને 2000 સુધી છોડો છે. વધુ કરીને કિચનનું કામ કાજ માટે જે વેજીટેબલ અને ફ્રૂટ પ્લાન્ટ એ મારી માટે મહત્વનું છે. મારી પાસે ફળોમાં 18 થી 20 જાતના ફળો છે.એમાં બ્લૅક જાંબુન,ગ્રેપ્સ, હરમન-એપલ, પાઈનેપલ,ફાલસા, અંજીર અને ડ્રેગન ફળ પણ છે જેની હાલ સીઝન ચાલી રહી છે. મારી પાસે ડ્રેગન ફળ પણ છે. આજદિન સુધી મેં 25 થી 30 ડ્રેગન ફળ ઉગાવ્યા છે".
વધુમાં અનુપમા જણાવે છે કે, "શાકભાજીની વાત કરવામાં આવે તો મારી પાસે દૂધી, ચૌળી, ટીંડોડા ,કાકડી રીંગણ,મરચા છે. મરચા પણ મારીસે બે થી ત્રણ પ્રકારના છે.રીંગણ પણ મારી પાસે બે પ્રકારના છે.એમ તો સીઝનના હિસાબે મારી પાસે બધું જ છે.તે હું તૈયાર કરી લઉં છું.જેમકે હજી વરસાદનો મોસમ જશે તો શિયાળું શાકભાજીની મોસમ આવશે.તો અમે તૈયારી શરૂ કરી દઈશું. તે સમય મારાં ઘરે કોબી, બ્રોકલી, કોલી ફુલેવર,લાઈટરર્સ હશે.એ સમયે ટામેટા પણ હશે".
આ પણ વાંચો: UPના સારણ જિલ્લામાં બોટ ડૂબવાની ઘટના, 12 મજૂરો લાપતા
એક્સોટીક શાકભાજીનું પણ વાવેતર