ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના યુવકને બેંક કર્મચારીની ઓળખ આપી મહિલાએ કરી છેતરપિંડી - યુવક સાથે છેતરપિંડી

સુરતમાં ઉમરા વિસ્તારમાં યુવકને બેંક કર્મચારીની ઓળખ આપી તેઓને ક્રેડીટ કાર્ડના ઈન્સ્યોરન્સ પોલીસીની સ્કીમ ચાલુ કરવા તથા બંધ કરવા માટેની વાતચીત કરી વિશ્વાસ કેળવી તેઓના પર OTP મોકલી તેઓના ખાતામાંથી 28 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે યુવકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

યુવક સાથે થઈ છેતરપિંડી
યુવક સાથે થઈ છેતરપિંડી

By

Published : Mar 4, 2021, 11:47 AM IST

Updated : Mar 4, 2021, 4:29 PM IST

  • યુવક સાથે થઈ છેતરપિંડી
  • મહિલાએ ફોન કરીને બેંકના કર્મચારી તરીકે આપી ઓળખ
  • યુવકે ઉમરા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

સુરત: જિલ્લાના પીપલોદ વિસ્તારમાં આવેલા નંદ એન્કલેવમાં રહેતા 30 વર્ષીય ધરમકુમાર કિશોર ભાઈ સોલંકી પર ગઈ 25 ફેબ્રુઆરીના રોજ એક મહિલાનો ફોન આવ્યો હતો અને ફોન કરનાર મહિલાએ પોતાની ઓળખ આર.બી.એલ. બેંકના કર્મચારી તરીકેની આપી હતી અને બાદમાં આર.બી.એલ બેંકના ક્રેડીટ કાર્ડના ઇન્સ્યોરન્સ પોલીસીની સ્કીમ ચાલુ કરવા તથા બંધ કરવા માટેની વાતચીત કરી તેઓને વિશ્વાસમાં લઈ લીધા હતા.

આ પણ વાંચો:ખોટા ઓળખ પત્રો પર બેંક લોન લઈ મોંઘી વસ્તુઓ ખરીદનાર આરોપી ઝડપાયો

28 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન

યુવકનો વિશ્વાસ જીત્યા બાદ તેઓના મોબાઈલ પર OTP મોકલી OTP નંબર મેળવી તેઓના ક્રેડીટ કાર્ડના ખાતામાંથી 28 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી લીધું હતું. આ બનાવની જાણ ધરમકુમારને થતા તેઓએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Last Updated : Mar 4, 2021, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details