- માથાભારેની છબી ધરાવનારા થયા હતા મોટી સંખ્યામાં ભેગા
- DJ વગાડી કરવામાં આવી જન્મદિવસની ઉજવણી
- જુગારની ક્લબ ચલાવનારા પણ દેખાય વીડિયોમાં
- અક્રમ નામના શખ્સનો હતો બર્થ ડે
સુરત : શહેરના શાહપોર વિસ્તારમાં માથાભારે શખ્સો બર્થ ડે પાર્ટીની ઉજવણી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં માથાભારે શખ્સ તલવાર- છરી વડે કેક કાપી DJ પર ડાન્સ કરી બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ સુરતમાં જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી થઇ રહી છે. ભૂતકાળમાં અનેક વીડિયો વાયરલ થઇ ચુક્યા છે. એટલું જ નહી કાયદાનો ભંગ કરતા પોલીસકર્મીઓના વીડિયો પણ સામે આવી ચુક્યા છે, ત્યારે આવો જ એક વધુ વીડિયો સુરતના સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થયો છે. ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું. તેમજ અહી સોશિયલ ડીસ્ટન્સ (Social distance)નો ભંગ પણ ખુલ્લેઆમ થતો જોવા મળે છે.
આ પણ વાંચો : અમદાવાદઃ જાહેરમાં તલવાર વડે કેક કાપી ફાયરિંગ કરનારનો વીડિયો વાયરલ, 9 વિરુદ્ધ ગુનો દાખલ
ઉજવણીમાં જુગારની ક્લબો ચલાવતા લોકો પણ હાજર હતા