- જન્મદિવસની ઉજવણીનો વીડિઓ વાઇરલ થયો.
- સુરતના ઉધનામાં જન્મદિવસની ઉજવણીનો વીડિઓ હોવાની શક્યતા
- પોલીસ પેટ્રોલિંગવાળા ચાર રસ્તા પરનો વીડિયો હોઇ પોલીસ સામે શંકા
સુરતઃ શહેરમાં દિવસે દિવસે વાયરલ વીડીયોનું શહેર બનતું હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે. એમ લાગી રહ્યું છે કે હવે લોકોને પોલીસનો ડર જ નથી. ત્રણ અઠવાડિયા પહેલા જ પોલીસ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલ ઓપન વીડિયો વાયરલ થયો હતો. પોલીસ અધિકારી પોતાની વિદાયને લઈને જમણવાર રાખ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પોતાની જન્મદિવસની ઉજવણી કરતા હોય તેનો વીડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ શહેરના નામચીન બુટલેગર પણ જાહેરમાં પોતાનો જન્મદિવસ ઉજવતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આજે ફરીથી સુરતના ઉધના વિસ્તારમાં વીડિયો લાગે એમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા વીડિયો વાઇરલ થયો છે.
આ પણ વાંચોઃ Birthday Celebration Viral Video: પોલીસ કર્મીઓની પહેલા બદલી, બાદમાં સસ્પેન્ડ અને હવે પોલીસ ફરિયાદ