ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત જિલ્લામાં રમતા રમતા બે વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત - ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં સર્જાયો અકસ્માત

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આવેલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના ચોથા માળેથી બાળક પટકાયુ હતું. ગત રાતે નવ વાગ્યાની આસપાસ એક શ્રમજીવી પરિવારનું બે વર્ષનું બાળક (A two-year-old boy died) ઘરે રમતા રમતા નીચે પટકાતા મોત નીપજ્યું હતું..

ખુબ જ હસમુખો અને ધમાલી પણ હતો સાહીલ
ખુબ જ હસમુખો અને ધમાલી પણ હતો સાહીલ

By

Published : Oct 30, 2021, 1:18 PM IST

  • સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં સર્જાયો અકસ્માત
  • રમતા રમતા ચોથા માળેથી પટકાયુ બાળક
  • બે વર્ષનું બાળક ઘરે રમતા રમતા નીચે પટકાતા મોત નીપજ્યું

સુરત: જિલ્લા (Surat district )ના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આવેલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના ચોથા માળેથી બાળક પટકાયુ હતું. શ્રમજીવી પરિવારનું બે વર્ષનું બાળક ગત રાતે નવ વાગ્યાની આસપાસ ઘરે રમતા રમતા નીચે પટકાયું હતું, જેમાં માતાને જાણ તથા તરત નીચે ઉતરી બાજુના પાડોશીને જાણ કરી હતી. પાડોસીઓએ 108ને બોલવી તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું. આ સંભળી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

આ પણ વાંચો:સુરતમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના : એક ઇસમ બાળકીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો

ખુબ જ હસમુખો અને ધમાલી પણ હતો સાહીલ

આ બાબતે સાહિલના પિતા પ્રમોદ સ્વાઇએ જણાવ્યું કે મને મારી પત્નીનો ફોન આવ્યો કે સાહીલ રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાઈ ગયો છે. એટલે હું તરત મિલમાંથી ઘરે આવ્યો હતો પરંતુ અમારા પડોશીઓ તથા મારી પત્નીએ સાહિલને 108માં સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતાં. હોસ્પિટલ પહોંચ્યો એટલે મારી પત્ની ખૂબ જ રડતી હતી. ડોક્ટરે મને કહ્યું કે સાહીલ મૃત્યુ પામ્યો છે, અમારા પરિવારમાં બે સંતાનો છે. એક છોકરી અને છોકરો બંને અમારા ઘરના લાડીલા છે. એમાં સાહીલ ખુબ જ હસમુખો અને ધમાલી પણ હતો, પણ કોને ખબર હતી કે આવું થઇ જવાનું, હું સાયણના શિવ શક્તિ મિલમાં સંચા મશીન સુપરવાઇઝર છું. અમે અહી છેલ્લા દસ વર્ષથી રહેતા છીએ. અમે મૂળ ઉડીસાના ગંગાપૂર જિલ્લાના ઝાડવન ગામના છીએ.

આ પણ વાંચો:સુરત TRBમાં ફરજ દરમિયાન મર્ત્યું પામેલ પરિવારને 7 લાખનો ચેક આપવામાં આવ્યો

પોલીસે તપાસ હાથ ધરી

ઓલપાડ પોલીસના જણાવ્યા પ્રમાણે, સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં આ શ્રમજીવી પરિવારનો બે વર્ષનો બાળક રમતા રમતા ચોથે માળેથી પટકાયો છે. તે વાત તેની માતા કહી રહી છે. પણ અમે હાલ અમારી તપાસ ચાલુ રાખી છે. ત્યાં કોઈ CCTV પણ નથી. હાલ બાળકની બોડીને પોસમોર્ટમમાં મોકલી આપી છે.અને અકસ્માત મોતનો ગુન્હો પણ નોંધવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details